- ત્રીજા દિવસ મા ખાસ કરી ને ચાર વેદ ની પુજા કરવામા આવી.
- પ્રથમ રૂગવેદ, દ્રિત્ય યજુર્વેદ, ત્રીત્ય શામવેદ, ચતુર્થ અથર્વેદની પુજા કરવામા આવી.
ઝાલોદ,ઝાલોદ તાલુકાના લીમડી નજીક બિલવાણી ગામે ચાલી રહેલ સહસ્ત્રચંડી મહાયજ્ઞના ત્રીજા દિવસે સવારે 10 કલાક થી પુજાનો પ્રારંભ કરવામા આવ્યો હતો. જેમાં શરૂઆતમાં શાસ્ત્રોક્ત પ્રમાણે ચારવેદોની પુજા કરવામાં આવી. યજ્ઞશાળામાં વેદો પ્રમાણે દ્વારપુજા કરવામા આવી હતી. જેમા ચારે દિશામાં પ્રતીકાત્મ સ્વરૂપે બ્રાહ્મણને ઉભા રાખી ચાર વેદની પુજા કરવામા આવી હતી. જે પુજા મુખ્ય યજમાન મુકેશભાઈ ખચ્ચર દ્રારા પુજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સહસ્ત્રચંડી પાઠના 14 અધ્યાય કરીને અલગ અલગ દ્રવ્ય થી આહુતિ પણ આપવામાં આવી હતી.