- રાષ્ટકલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો શુભારંભ.
- મહાયજ્ઞ ના પ્રથમ દિવસે પ્રાયશ્ચીત કર્મ, દસવિધ સ્નાન, શોભાયાત્રા, મંડપ પ્રવેશ તેમજ મંડળ પ્રવેશ ના કાર્યક્રમ યોજાયા.
ઝાલોદ, ઝાલોદ તાલુકા ના લીમડી નજીક બિલવાણી ગામે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમા સુખ શાંતી સમરૂદ્ધી સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરવામા આવ્યો હતો. સવારે 10 કલાક થી પુજાનો પ્રારંભ કરવામા આવ્યો હતો. મધ્ય્પ્રદેશ અને બનારસના વિધ્વાન પંડીતો દ્રારા એકાદશ કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમા પ્રથમ પ્રાયશ્ચીત કર્મ વિધી કરવામા આવી હતી. આ વિધીમાં મનુષ્ય મિત્ર થી જાણ્યે અજાણ્યે કોઈ પણ પાપ થયા હોય, તેમજ માનસિક તેમજ શારીરિક તેમજ પુજામા બેસવા માટે યોગ્ય બનવા માટે તેમજ તમામ પાપો માથી મુકતિ મળે તે હેતુ પ્રાયશ્ચીત કર્મની વિધી કરવામા આવી હતી.
ત્યારબાદ અલગ અલગ દ્રવ્ય જેમ કે ગૌમુત્ર, માટી, સુવર્ણ, સોપારી, ચંદન, સોપારી, ભસ્મ સહીત ના દસ દ્રવ્યો થી શરીરીના બહાર ના શુદ્ધિકરણ માટે દસવિધ સ્નાન કરાવવામાં આવ્યું હતું. તેમજ ભગવાન શ્રી વિષ્ણુનું શાલીગ્રામ સહીત પુજન કરવામા આવ્યુ હતું. તેમજ યજ્ઞમાં બેસનાર તમામ યજમાનને યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરાવવામા આવી હતી. તેમજ ત્યારબાદ પ્રાયશ્ચીત હવન કરાવવામાં આવ્યું હતું.આ એકાદશ કુંડીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવા માટે લાયક બની શકે.તદઉપરાંત કાર્યક્રમ મા શોભાયાત્રા નિકાળવામા આવી હતી. ત્યારબાદ મંડપ પ્રવેશ કરવામા આવ્યો. પંચાગ કર્મ, મંડળ સ્થાપના જેવા અનેક કારણ યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં જીલ્લાભર માંથી યજમાનો સહીત દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી, આચાર્ય નલીનભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા.