બિલ્કીશ બાનુ કેશના આરોપીઓની સુપ્રિમ કોર્ટ સજા માફી રદ કરી જેલમાં હાજર થવાના હુકમના છેલ્લા દિવસે મોડી રાત્રે 11 આરોપી ગોધરા સબ જેલમાં હાજર થયા

ગોધરા,બિલ્કીશબાનું કેશના આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા સજા માફી આપીને છોડી મુકવામાંં આવ્યા હતા. જેને બિલ્કીશબાનું પક્ષ દ્વારા સુપ્રિમ કોર્ટમાંં સજા માફી રદ કરવા અરજી કરાઈ હતી. જેમાંં સુપ્રિમ કોર્ટ દ્વારા 11 દોષિતોની સજા માફી રદ કરી ગોધરા સબજેલમાં હાજર થયાનો આદેશ કર્યો હતો. આરોપીઓને જેલમાં હાજર થવાના છેલ્લા દિવસે મોડી રાત્રે 11.30 કલાકે 11 આરોપીઓ જેલમાં હાજર થયા હતા.

દાહોદ જીલ્લાના બિલ્કીશબાનું કેશમાં 11 આરોપીઓને જનમટીપની સજા ફટકારવામાંં આવી હતી. આરોપીઓને ગોધરા સબ જેલમાં સજા કાપતા હતા. આ તમામ 11 આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા રાહત આપીને સજા માફી આપી છોડી મુકવામાં આવ્યા હતા. જેને લઈ બિલ્કીશબાનું પક્ષ દ્વારા સુપ્રિમ કોર્ટ દ્વારા આરોપીઓની સજા માફી રદ કરી તમામ આરોપીઓને ગોધરા સબજેલમાં હાજર થવાનો આદેશ કર્યો હતો. 21 જાન્યુઆરી આરોપીઓને જેલમાં હાજર થવાનો છેલ્લા દિવસ હોય જેલ લઈ જેલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ પણ ગોધરા પહોંચ્યા હતા. મોડી રાત્રે 11.30 કલાકે 11 આરોપીઓ ગોધરા સબજેલમાં હાજર થયા હતા.