- આજે બિલ્ક્સિ જોડે થયું, કાલે બીજા કોઈ સાથે થઈ શકે છે’મુક્ત કરવાના કારણો નહીં આપો, તો અમે અમારા પોતાના નિષ્કર્ષ નીકાળીશું.
નવીદિલ્હી,કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ મામલે ૧ મે સુધીમાં ફાઈલ રજૂ કરીને કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે. સાથે જ કેન્દ્ર અને ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના આ આદેશને પડકારી શકે છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર વતી એએસજી એસવી રાજુ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે અમે ૧ મે સુધીમાં વિચારણા કરીશું કે ફાઈલ દાખલ કરવી જોઈએ કે નહીં. આ કેસની આગામી સુનાવણી ૨ મેના રોજ બપોરે ૨ વાગ્યે થશે. આ પહેલાં ડિસેમ્બર ૨૦૨૨માં જજ બેલા માધુર્ય ત્રિવેદીએ કેસની સુનાવણી કરી રહેલી બેન્ચમાંથી પોતાનું નામ અલગ કરી દીધું હતું. આ કારણોસર સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.
બાનોના વકીલ શોભા ગુપ્તાએ નવી બેંચ બનાવવા માટે સુપ્રીમ કોર્ટમાં ઘણી વખત અપીલ કરી હતી. નવી બેંચની રચના કરવા માટે વારંવારની અપીલોથી ઝ્રત્નૈં નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં આ મામલે કોઈ સુનાવણી નહીં થાય, પરેશાન ન થાઓ. આ પછી, ૨૨ માર્ચે, કોર્ટે કહ્યું કે નવી બેંચ સુનાવણી માટે તૈયાર છે.
હકીક્તમાં, ૨૦૦૨ના ગોધરા કાંડ દરમિયાન બિલક્સિ બાનો અને તેના પરિવારના સભ્યોના બળાત્કાર અને હત્યાના દોષિતોને ગયા વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. તેની સામે બાનોએ ૩૦ નવેમ્બર ૨૦૨૨ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
બિલ્ક્સિ બાનોએ ૩૦ નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી હતી. પહેલી અરજીમાં ૧૧ દોષિતોની મુક્તિને લઇને તેમને તાત્કાલિક જેલમાં મોકલવાની માગ કરી હતી. તે જ સમયે, બીજી અરજીમાં, મે મહિનામાં આપવામાં આવેલા કોર્ટના આદેશ પર પુનવચાર કરવાની માગ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે કહ્યું હતું કે દોષિતોને મુક્ત કરવા અંગેનો નિર્ણય ગુજરાત સરકાર લેશે. આ અંગે બિલક્સિે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાં કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે?
આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં કેટલીક જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાં દોષિતોને મુક્ત કરવા પર પુનવચાર કરવાની માગ કરવામાં આવી હતી. આ અરજીઓ નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન, પત્રકાર રેવતી લાલ અને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા દાખલ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ગોધરાકાંડ પછી ૩ માર્ચ ૨૦૦૨નાં રોજ રમખાણો થયેલાં. રમખાણો દરમિયાન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં ગુસ્સે ભરાયેલ ટોળું બિલ્ક્સિ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. તોફાનીઓથી બચવા બિલ્ક્સિ તેના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગઈ. ત્યારે બિલ્ક્સિની ઉંમર ૨૧ વર્ષની હતી અને તે ૫ મહિનાની ગર્ભવતી હતી. તોફાનીઓએ બિલ્ક્સિનો ગેંગરેપ કર્યો. તેમની માતા અને ત્રણ અન્ય મહિલાઓનો પણ રેપ કર્યો.
ઘટના સમયે બિલક્સિ બાનોની ઉંમર ૨૧ વર્ષની હતી અને તે પ્રેગ્નેટ હતી. રમખાણોમાં તેના પરિવારના ૬ સભ્યો જીવ બચાવીને ભાગવામાં સફળ થયા હતા. ગેંગરેપના આરોપીઓની ૨૦૦૪માં ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૦૮માં સીબીઆઈની વિશેષ અદાલતે ૧૧ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. બોમ્બે હાઈકોર્ટે આરોપીઓની સજા યથાવત રાખી હતી. આરોપીઓને પહેલા મુંબઈની આર્થર રોડ જેલમાં અને પછી નાસિક જેલમાં રાખવામાં આવ્યા હતા. લગભગ ૯ વર્ષ બાદ તમામને ગોધરાની સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતના ગોધરામાં ટોળા દ્વારા સાબરમતી એક્સપ્રેસના એક કોચને આગ ચાંપી દેવામાં આવી હતી, જેમાં અયોયાથી પરત ફરી રહેલા ૫૭ કાર સેવકોના મોત બાદ રમખાણો ફાટી નીકળ્યાં હતાં. રમખાણોમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. તેમાંથી મોટા ભાગના મુસ્લિમ હતા. કેન્દ્ર સરકારે મે ૨૦૦૫માં રાજ્યસભામાં જણાવ્યું હતું કે ગુજરાત રમખાણોમાં ૨૫૪ હિંદુ અને ૭૫૦ મુસ્લિમ માર્યા ગયા હતા.
૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતના રમખાણો શરૂ થયા ત્યારે ૫ મહિનાની ગર્ભવતી બિલ્ક્સિ બાનો તેના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ હતી. આ દરમિયાન બિલ્કીસની સાથે તેના પરિવારના અન્ય ૧૫ સભ્યો પણ હતા. ૩ માર્ચ ૨૦૦૨ના રોજ ૨૦-૩૦ લોકો હાથમાં લાકડીઓ, લાકડીઓ અને તલવારો લઈને ત્યાં પહોંચ્યા હતા. આ લોકોએ ન માત્ર બિલ્ક્સિના પરિવારના ૭ લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી, પરંતુ એક પછી એક ઘણા લોકોએ બિલ્ક્સિ પર દુષ્કર્મ કર્યુ હતું.
જ્યારે બિલ્ક્સિ ન્યાય માટે સુપ્રીમ કોર્ટ પહોંચી તો કોર્ટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો. ઘટનાના લગભગ બે વર્ષ બાદ ૨૦૦૪માં પોલીસે આ કેસ સાથે જોડાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી.,અમદાવાદમાં ટ્રાયલ શરૂ થતાં જ બિલ્ક્સિ સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને કેસને અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી. ઓગસ્ટ ૨૦૦૪માં કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.,૨૧ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતે ૧૧ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. પુરાવાના અભાવે ૭ દોષિતને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને એક આરોપીનું ટ્રાયલ દરમિયાન જ મૃત્યુ થયું હતું.,સીબીઆઈ કોર્ટના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે પણ ૨૦૧૮માં માન્ય રાખ્યો હતો. એપ્રિલ ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્ક્સિ બાનોને ૫૦ લાખ રૂપિયાનું વળતર, નોકરી અને મકાન ચૂકવવાનો આદેશ આપ્યો હતો.