બિલ્કીસ બાનો કેસના દોષિતો ફરી જેલમાં ધકેલાશે, ગુજરાત સરકાર પાસેથી પાવર છીનવી મહારાષ્ટ્રને અપાયો

  • અમૃતકાળમાં થયેલી જેલમૂક્તિ વખતે કરાયેલી ઉજવણી પણ ભારે પડી.

નવીદિલ્હી, બિલ્ક્સિ બાનું કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. સમય પહેલાં ૧૧ દોષિતોને છોડવાના ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ગુજરાત સરકારને મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું દોષિતોની મુક્તિનો નિર્ણય ગુજરાત સરકાર ના લઈ શકે. દોષિતોને મુક્ત કરવાનો અધિકાર મહારાષ્ટ્ર સરકાર પાસે રહેશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની જધન્ય કેસના આરોપીઓને મુક્ત કરવાની માફી રદ્દ કરી છે. તેથી હવે બિલ્કીસ બાનો રેપ કેસના ૧૧ આરોપીઓ ફરી જેલમાં ધકેલાશે. આમ, સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનોની અરજી યોગ્ય માનીને દોષિતોને સજામાં અપાયેલી છુટ રદ કરાઈ છે.

કોર્ટે આરોપીઓને સમય પહેલા મુક્તિનો ગુજરાત સરકારનો આદેશ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત સરકાર નહીં, પરંતુ મહારાષ્ટ્ર સરકારને રિલીઝ અંગે નિર્ણય લેવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે, ગુનો ભલે ગુજરાતમાં થયો હોય, પરંતુ મહારાષ્ટ્રમાં ટ્રાયલ ચાલી રહી હોવાથી ગુજરાત સરકારને નિર્ણય લેવાનો અધિકાર નથી. આ ખોટું હતું, કોર્ટે પીઆઈએલ વિશે કંઈ કહ્યું નથી. બિલિક્સિની અરજી સુનાવણી માટે યોગ્ય માનવામાં આવી હતી. બિલિક્સિ પીડિત છે, તેણે પીઆઈએલ દાખલ કરી નથી. કોર્ટે કહ્યું, જીઝ્રનો મે ૨૦૨૨નો આદેશ સાચો નહોતો. તે સમયે દોષિતે કોર્ટથી હકીક્ત છુપાવી હતી.

કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે.સુપ્રીમે કહ્યું, મહિલા સન્માનની હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. તે ગુનેગારોની સજા કેવી રીતે માફ કરી શકે? જો સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ છે, તો ત્યાંની રાજ્ય સરકારને તેના પર સંપૂર્ણ અધિકાર છે. કારણ કે જે રાજ્યમાં કોઈ ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા થાય છે, માત્ર તેને જ ગુનેગારોની માફીની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર છે.બિલક્સિ બાનો કેસ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. ટિપ્પણી કરતા જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે સજા એટલા માટે આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં ગુનાઓ અટકાવી શકાય. ગુનેગારને સુધરવાની તક આપવામાં આવે છે પરંતુ પીડિતાની વેદનાને પણ સમજવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે અમે કાયદાકીય દૃષ્ટિકોણથી મામલાની તપાસ કરી છે. અમે પીડિતાની અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી છે. આ મામલે જે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે તે સાંભળવા યોગ્ય છે કે નહીં તે અંગે અમે કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી.

સુપ્રીમ કોર્ટે બિલક્સિ બાનો ગેંગરેપ કેસમાં આરોપીઓની સમય પહેલા જેલમુક્તિના મામલામાં સુનાવણી પૂર્ણ કરી લીધી છે. કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરતા પહેલા સરકારને રીલીઝ રેકોર્ડનું ભાષાંતર કરવા અને ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. ગુજરાત સરકારે ૨૦૨૨ માં દોષિતોને તેમની સજા માફ કરીને મુક્ત કર્યા હતા. ગુજરાત સરકારે ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ આ દોષિતોને મુક્ત કર્યા હતા. મામલો એ સમયે વેગ પકડ્યો જ્યારે મુક્ત થયા બાદ આરોપીઓનું ફૂલ અને હારથી સ્વાગત કરવામાં આવ્યું. ગુનેગારોએ ૧૫ વર્ષની જેલની સજા ભોગવી હતી. જેના બાદ ૨૦૦૨ ગુજરાત રમખાણોની પીડિતા બિલક્સિ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પુનવચાર અરજી દાખલ કરી હતી. બિલક્સિે સુપ્રીમ કોર્ટમાં બંને અરજીઓ પર વહેલીતકે સુનાવણીની માંગ કરી હતી.

૨૦૦૨ના ગુજરાત તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાના રંધિકપુર ગામની બિલક્સિ પોતાના પરિવારના ૧૬ સભ્યોની સાથે ભાગી પાસેના ગામ છાપરવાડના ખેતરોમાં છુપાઈ હતી ૩ માર્ચ ૨૦૦૨ના ત્યાં ૨૦થી વધુ તોફાનીઓએ હુમલો કર્યો હતો. ૫ મહિનાની ગર્ભવતી બિલક્સિ સહિત કેટલીક અને મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બિલક્સિની ૩ વર્ષની પુત્રી સહિત ૭ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.

આરોપીઓ તરફથી પીડિત પક્ષ પર દબાવ બનાવવાની ફરિયાદ મળવા પર સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દીધો હતો. ૨૧ જાન્યુઆરી ૨૦૦૮ના મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે ૧૧ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. ૨૦૧૭માં બોમ્બે હાઈકોર્ટે આ સજાને યથાવત રાખી હતી.આ સાથે જ બીજી અરજીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મે મહિનામાં આપેલા આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં કોર્ટે કહ્યું હતું કે ગુનેગારોને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર લેશે. બિલકીસે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાં કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે છે? બિલક્સિ દ્વારા અરજી દાખલ કરવામાં આવે તે પહેલા એક સામાજિક કાર્યર્ક્તાએ આ કેસમાં અરજી દાખલ કરી હતી. બિલક્સિની અરજી બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું – આ મામલામાં દાખલ તમામ પિટીશન પર વહેલીતકે સુનાવણી થશે.

બિલક્સિે સુપ્રીમ કોર્ટમાં બંને અરજીઓ પર વહેલી સુનાવણીની માંગ કરી હતી. આ કેસના તમામ ૧૧ દોષિતોને ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે મુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે આ તમામ આરોપીઓએ જેલમૂક્તિ બાદ જેલની બહાર નીકળીને મોટાપાયે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. એક પ્રકારે કોઈ મોટી યુદ્ધ જીતીને આવ્યાં હોય કે કોઈ ખુબ સારું કામ કરીને આવ્યાં હોય એવી રીતે આ ગુનેગારોએ અને તેમના પરિવારોએ ધામધૂમથી આ ઉજવણી કરી હતી.

૩ માર્ચ ૨૦૦૨ના રોજ ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણો દરમિયાન, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રાધિકાપુર ગામમાં રોષે ભરાયેલું ટોળું બિલકીસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલકીસ તેના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગઈ હતી. ત્યારે બિલકીસ ૨૧ વર્ષની હતી અને ૫ મહિનાની ગર્ભવતી હતી. બિલકીસ પર તોફાનીઓએ ગેંગરેપ કર્યો હતો. તેની માતા અને અન્ય ત્રણ મહિલાઓ પર પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.