બિકાનેરમાં પારો ૪૭ ડિગ્રીને પાર, બીએસએફ જવાન ગરમ રેતી પર પાપડ પકવ્યો

બિકાનેર, આ દિવસોમાં દેશમાં ભારે ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન ૪૪ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. સ્થિતિ એવી છે કે ગરમીના કારણે લોકોની હાલત દયનીય છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાંથી એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે ચોંકી જશો.

બીકાનેરમાં બીએસએફ જવાનોએ રેતી પર પાપડ શેક્યા છે તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે બિકાનેરમાં કેવી ગરમી પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં આપણા સૈનિકો આપણા દેશની સરહદોની સુરક્ષામાં લાગેલા છે. એક તરફ લોકો ગરમીથી રાહત મેળવવા એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે, તો બીજી તરફ દેશની સરહદો પર તૈનાત આપણા જવાનો આ કાળઝાળ ગરમીમાં દિવસ-રાત સતર્ક છે, જેથી આપણે સુરક્ષિત રહી શકીએ.

વાયરલ વીડિયો પાકિસ્તાન બોર્ડર પાસે બિકાનેરના ખાજુવાલાનો હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યનું સૌથી ગરમ શહેર બિકાનેર છે. કાળઝાળ ગરમીમાં પણ સૈનિકો રેતાળ રણમાં દેશની રક્ષા માટે ઉભા છે. દરમિયાન, સૈનિકોએ રેતી પર પાપડ શેક્યા.