- બે સુપર અર્થની વૈજ્ઞાનિકોએ કરી ખોજ
- અહીં જીવન સંભવ
- અહીં 3 દિવસ કરતા પણ નાનું હોય છે એક વર્ષ
બે સુપર અર્થની વૈજ્ઞાનિકોએ કરી ખોજ
વૈજ્ઞાનિકોએ બે સુપર અર્થ જેવા ગ્રહોની ખોજ કરી છે જે આપણી પૃથ્વીથી 100 પ્રકાશવર્ષ દૂર છે. આ બંને ગ્રહો એક નાના અને ઠંડા તારાનાં ચક્કાર લગાવી રહ્યા છે જેને TOI-4306 અથવા SPECULOOS-2 કહેવામાં આવે છે. આ ખોજ વૈજ્ઞાનિકોની એક અંતરરાષ્ટ્રીય ટીમે કરેલી છે, જેનું નેતૃત્વ એસ્ટ્રોફીઝીસીસ્ટ લેટીટીયા ડેલરેઝે કરી છે. આ ખોજ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ મેગેઝીનમાં પ્રકાશિત પણ કરવામાં આવી છે. પહેલા ગ્રહ LP 890-9b અથવા TOI-4306bણે શરૂઆતમાં નાસાના ટ્રાન્ઝિટિંગ એકસોપ્લેનેટ સર્વ સેટેલાઈટજોયો હતો. આ એક સ્પેસ મિશન છે જેને આસપાસના તારાઓની પરિક્રમા કરનાર એકસોપ્લેનેટની ખોજ ક્કરવા માટે અંતરીક્ષમાં મોકલવામાં આવ્યું છે.
નાસાના TESSને વિશેષ રૂપથી એકસોપ્લેનેટની ખોજ માટે બનાવવામાં આવ્યું છે. આપણાં સૌર મંડળની બહાર હાજર ગ્રહોને એકસોપ્લેનેટ કહેવામાં આવે છે. ખોજવામાં આવેલ ગ્રહ પૃથ્વી કરતાં લગભગ 30 ટકા મોટો છે. તે પોતાના હોસ્ટ સ્ટારનું ચક્કર માત્ર 2.7 દિવસોમાં પૂરું કરી લે છે. યુનિવર્સિટી ઓફ લીઝનાં શોધકર્તાઓએ આ ગ્રહની પુષ્ટિ માટે પોતાની જમીન પર સ્થિત SPECULOOS દૂરબીનોનો ઉપયોગ કર્યો હતો.
બીજો ગ્રહ પૃથ્વી કરતાં 40 ટકા મોટો
દૂરબિનની મદદથી ન માત્ર પહેલો ગ્રહ જોવા મળ્યો પણ તેનાથી બીજા અને અત્યાર સુધીનાં અજ્ઞાત ગ્રહને ખોજવો પણ સંભવ બન્યો. બીજો ગ્રહ LP 890-9c અથવા SPECULOOS-2c પૃથ્વી કરતાં 40 ટકા મોટો છે. આ પોતાના હોસ્ટ સ્ટારનું એક ચક્કર 8.5 દિવસોમાં પૂરું કરે છે.
જીવન યોગ્ય પરિસ્થિતિઓ સંભવ
અધ્યયન અનુસાર, સ્ટાર LP 890-9 આપણાં સૂર્યથી 6.5 ગણો નાનો છે. એટલા માટે તેની નજીક સ્થિત LP 890-9c પર જીવનયોગ્ય પરિસ્થિતિઓ હોય શકે છે. અમુક દિવસો પહેલા વૈજ્ઞાનિકોએ એક એવા ગ્રહની શોધ કરી હતી જ્યાં માત્ર પાણી હાજર છે. રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વીથી 100 પ્રકાશવર્ષ દૂર આવેલા આ ગ્રહ પર પાણીની એક મોટી પરત છે. TOI-1452 b એક એસ્ટ્રોનોટ છે, જે ડ્રેકો તારામંડળમાં સ્થિત બાઈનરી સિસ્ટમમાં બે નાના સ્ટાર્સમાંથી એકની પરિક્રમા કરે છે.