બીજાપુરમાં પોલીસ દળ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં નક્સલવાદી ડેપ્યુટી કમાન્ડર સહિત ૬ ઠાર

બીજાપુર, છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ચિપુરભટ્ટી-પુસબાકા નજીકના જંગલ વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં પોલીસે નક્સલવાદી ડેપ્યુટી કમાન્ડર સહિત છ નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. ઘટના સ્થળેથી નક્સલવાદીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં એક મહિલા નક્સલવાદીનો પણ સમાવેશ થાય છે. મામલો બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

ઇનપુટના આધારે, હોળીના દિવસે બાસાગુડા પુસબાકા રોડ પર કુહાડી વડે ત્રણ ગ્રામજનોની હત્યા કરવામાં આવ્યા બાદ, ડીઆરજી, સીઆરપીએફ અને કોબ્રા જવાનોની સંયુક્ત પાર્ટી સર્ચ ઓપરેશન પર નીકળી હતી. દરમિયાન, બુધવારે સવારે બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિપ્પુરભટ્ટી પાસે તાલપેરુ નદીના કિનારે પોલીસ અને નક્સલવાદીઓની પ્લાટૂન નંબર ૧૦ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ એક્ધાઉન્ટરમાં જવાનોએ નક્સલવાદી ડેપ્યુટી કમાન્ડર સહિત છ નક્સલવાદીઓને ઠાર કર્યા છે. સૈનિકોએ ઘટના સ્થળેથી નક્સલવાદીઓના મૃતદેહ સાથે હથિયારો પણ જપ્ત કર્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં એક મહિલા નક્સલવાદીનો પણ સમાવેશ થાય છે. અહીં એસપી જિતેન્દ્ર કુમાર યાદવ, સીઆરપીએફ અને કોબ્રા અધિકારીઓ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા નક્સલવાદીઓમાં નક્સલ પ્લાટૂન નંબર ૧૦ના ડેપ્યુટી કમાન્ડર નાગેશ અને તેની પત્ની સોનીનો સમાવેશ થાય છે. હથિયારોમાંથી બે પિસ્તોલ અને બે લોડેડ ગન મળી આવ્યાના સમાચાર છે. આ મામલે રાજ્યના ડેપ્યુટી સીએમ વિજય શર્માએ જણાવ્યું કે ૬ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. હોળીના દિવસે બાસાગુડા પુસબાકા રોડ પર ત્રણ ગ્રામજનોની કુહાડી વડે હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળતાં જ પોલીસની ટીમ શોધખોળમાં લાગી ગઈ હતી. આ દરમિયાન એક્ધાઉન્ટર થયું હતું. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે.