બિહારમાં મોદી પ્રચારનું વાવાઝોડું સર્જશે 20 રેલી યોજશે તેમજ રાહુલ ગાંધી પણ 6 રેલી યોજશે

બિહારની ધારાસભા ચૂંટણીમાં પ્રથમ તબકકાના મતદાન માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ છે. ટુંક સમયમાં પ્રચારની પણ શરૂઆત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.20 ઓકટો બાદ 15 દિવસ પ્રચાર અભિયાન શરૂ કરશે. તેઓ 20 રેલીઓને સંબોધન કરવાના છે. જેમાં કેટલીક રેલીઓમાં તેઓ બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર સાથે સંબોધન કરશે.

બિહાર માટે ભાજપનો ચુંટણી ઢંઢેરો પણ તૈયાર થઈ રહ્યો છે અને તે પ્રસિદ્ધ થયા બાદ મોદી પ્રચારનો પ્રારંભ કરશે.બિહારમાં અગાઉની ધારાસભા ચૂંટણીમાં વડાપ્રધાને 31 રેલીઓને સંબોધન કર્યુ હતું. જયારે 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીએ 10 રેલી આ રાજયમાં સંબોધી હતી.

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ દરેક તબકકામાં બે એમ કુલ 6 રેલીને સંબોધશે.કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધી મહાગઠબંધનના ભાગીદાર પક્ષો સાથે એક સંયુક્ત રેલી કરશે. કોંગ્રેસ વિધાનસભાની 70 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે.