પટણા,
વિરોધ પક્ષના નેતા વિજયકુમા સિન્હાએ નીતીશકુમારની સમાધાન યાત્રા પર એકવાર ફરી સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે બિહારમાં સત્તા નિરંકુશ થઇ ગઇ છે અને સરકાર અહંકારમાં મદમસ્ત છે.તેને જનતાના દુખ દર્દથી કોઇ લેવા દેવા રહી નથી મુખ્યમંત્રી સત્તાના નશામાં મર્યાદાની સીમા ઓળંગી રહ્યાં છે.
વિજયકુમાર સિન્હાએ કહ્યું કે નિરંકુશ મુખ્યમંત્રી નીતીશકુમારજી અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવજી સારણની ધરતી પર ગરીબ દલિત શોષિત અને નબળા વર્ગના અનાથ બાળકો અને વિધવાઓથી મળી તેમના આંસુને લુંછયા નથી વળતરની વાત નહીં કરવી અને રોજગાર પર કોઇ ચર્ચા નહીં કરવી આ તેમની ગરીબી વિરોધી માનસિકતાને જાહેર કરનારી છે.બેરોજગાર અને યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. અને પ્રેસ મીડિયા છુપાવવાનો ખેલ કરી રહી છે આ તેમની તાનાશાહી અને નિરંકુશ શાસનનું જ પ્રતિક છે.
તેમણે વધુ કહ્યું કે જનપ્રતિનિધિઓની અવાજને દબાવી તેમની સાથે બંધુઆ મજદુરની જેમ વ્યવહાર કરવો સમસ્યાનું સમાધાન નથી આ લોકતંત્ર અને ન્યાયપાલિકાનું અપમાન છે તેનાથી પ્રશાસનિક અરાજકતા અને ભ્રષ્ટ્રાચારના નાયકના રૂપમાં તમે બિહારને અરાજકતાના દૌરમાં પહોંચાડી રહ્યાં છે. જનતાનું દર્દ અને તેમની હાય તમારી આ યાત્રાને વિદાય યાત્રામાં પરિવર્તિત કરી દેશે.