પટણા,
મુખ્યમંત્રીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરી તેની માહિતી આપતા લખ્યું છે કે મેં સમાચાર પત્રો દ્વારા તમિલનાડુમાં કામ કરી રહેલ બિહારના મજદુરો પર થઇ રહેલ હુમલાની માહિતી મળી છે.તેમણે આગળ લખ્યું છે કે મેં બિહારના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને તમિલનાડુ સરકારના અધિકારીઓથી વાત કરી ત્યાં રહેતા બિહારના મજદુરોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાનો નિર્દેશ આપ્યા છે.
વાયરલ થઇ રહેલ અહેવાલો અનુસાર તમિલનાડુમાં બિહારના લોકોની સાથે મારપીટીની ઘટનાઓ થઇ રહી છે સ્થાનીક લોકોના ભયથી બિહારના લોકો કારખાનામાં કામ કરવા જઇ શકતા નથી તેમાં સૌથી વધુ મજદુર છે.તેઓ હવે તમિલનાડુ છોડી ગામ આવવા ઇચ્છે છે પરંતુ ટ્રેનોમાં ટિકિટ નહીં મળવાથી રૂમમાં કેદ થઇ રહે છે.ત્યાં રહેતા લોકો વીડિયો અને ફોટો મોકલી ધટનાની માહિતી આપી રહ્યાં છે.
બીજુ બાજુ તમિલનાડુુના મહાનિદેશકે કેટલાક સમાચાર પત્રો તથા અન્ય માયમોથી પ્રકાશિત તે અહેવાલોને ફગાવી દીધો છે કે તમિલનાડુ રાજયમાં પ્રવાસી હિન્દી ભાષી શ્રમિકો તથા કામકાજી લોકો પર હુમલા કરવામાં આવી રહ્યાં છે.સ્થાનીક લોકો દ્વારા મારપીટ કરવામાં આવી રહી છે.
તમિલનાડુના ત્રિપુરમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે ઉત્તર ભારત અને બિહારના વિવિધ જીલ્લામાં મોટી સંખ્યામાં અહીં લોકો કામ કરે છે આ દરમિયાન આ મામલાને લઇ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ભાજપના સભ્યોએ જોરદાર હંગામો કર્યો અને ગૃહથી વોકઆઉટ કર્યું.
વિરોધ પક્ષના નેતા વિજયકુમાર સિન્હાએ કહ્યું કે તમિલનાડુની અંદર જે રીતે બિહારી લોકોની સાથે થઇ રહેલ મારપિટ દુર્ભાગ્યપૂર્ણ છે.જો કે આમ છતાં બિહારના મુખ્યમંત્રી તેના પર ચુપકીદી સેવી રહ્યાં છે.તેમણે કહ્યું કે સૌથી મોટી વાત એ છે કે સંસદીય કાર્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંન્ને ગૃહોની અંદર આવ્યા પણ નથી તેને લઇ જયારે અમે લોકોએ ગૃહમાં જવાબ માંગ્યો તો કોઇ જવાબ આપવા તૈયાર પણ ન હતાં.