બિહારના બેગુસરાયમા કુતરાઓનું એન્કાઉન્ટર,બે દિવસમાં ૨૯ ઠાર મરાયા

બેગુસરાય,

બિહારના બેગુસરાય જીલ્લાના વિવિધ તાલુકામાં લાવારિસ ખુખાર કુતરાઓને મારવાનું કામ ચાલુુ છે.ગત દિવસોની અંદર પટણાથી અહીં પહોંચેલી વન અને પર્યાવરણની આખેટક ટીમે ૨૯ આવારા ખુંખાર કુતરાઓને ઠાર મારવામાં આવ્યા છે.આ કુતરા સતત લોકોને નિશાન બનાવી રહ્યાં હતાં જેથી લોકોમાં ભય ફેલાઇ ગયો હતો.

આખેટક ટીમના શક્તિકુમારે કહ્યું હતું કે બછવાડા તાલુકાની છ પંચાયતોના વિસ્તારમાં ૧૩ કુતરાને મારવામાં આવ્યા છે જયારે બીજા દિવસે ૧૬ કુતરાઓને મારવામાં આવ્યા હતાં. આ પહેલા ૨૩ ડિસેમ્બરે પણ અહીં ૧૨ કુતરાઓને મારવામાં આવ્યા હતાં.

એ યાદ રહે કે બેગુસરાયમાં ગત કેટલાક દિવસોથી લોકો આવારા કુતરાઓના આતંકથી પરેશાન હતાં બછવાડા અને ભગવાનપુર તાલુુકાના વિવિધ ગામોમાં આવારા કુતરાઓએ અત્યાર સુધી ૩૫થી વધુ લોકોના કરડયા હતાં જેમાંથી છ લોકોના મોત પણ થયા હતાં.

ગ્રામીણો અનુસાર કુતરાઓ ઝુંડ બનાવી ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવી રહ્યાં હતાં ગ્રામીણોમાં કુતરાઓથી ભય એટલો વધી ગયો હતો કે અનેક લોકો ખેતરમાં જવાનું છોડી ધરમાં રહેતા હતાં જીલ્લા પ્રશાસન લોકોને આવારા કુતરાથી છુટકારો અપાવવા માટે વન અને પર્યાવરણ વિભાગથી સંપર્ક કર્યો અને ત્યારબાદ આખેટક ટીમ મોકલવામાં આવી હતી.