બિહારમાં ટ્રેન દુર્ઘટના બાદ ૧૦ ટ્રેન રદ, ૨૧ના રૂટ બદલવામાં આવ્યા

દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનને બુધવારે રાત્રે બિહારના બક્સરમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતને કારણે ઘણી ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. જે બાદ ભારતીય રેલવેએ 10 ટ્રેનો રદ કરી છે જ્યારે 21 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

બક્સરના રઘુનાથપુરમાં બુધવારે રાત્રે 9.53 કલાકે આ અકસ્માત થયો હતો. ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 200થી વધુ લોકો ઘાયલ હોવાનું જણાવામાં આવી રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ સંપૂર્ણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે વૈકલ્પિક ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલ્વે મંત્રી આ ઘટના પર સતત ફોલોઅપ લઈ રહ્યા છે. તે સતત અધિકારીઓના સંપર્કમાં છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી-કામખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ સવારે 7.15 વાગ્યે આનંદ વિહારથી નીકળી હતી અને બક્સરના રઘુનાથપુર પાસે સવારે 9.53 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી.

આ ટ્રેનો રદ કરવામાં આવી હતી

  • પટના-પુરી સ્પેશિયલ (03230)
  • સાસારામ-આરા સ્પેશિયલ (03620)
  • ભભુઆ રોડ એક્સપ્રેસ સ્પેશિયલ (03617)
  • પટના-ડીડીયુ મેમુ પાસ સ્પેશિયલ (03203)
  • પટના-બક્સર મેમુ પાસ સ્પેશિયલ (03375)
  • પટના-ડીડીયુ એક્સપ્રેસ (13209)
  • DDU-પટના એક્સપ્રેસ (13210)

પટણા-DDU એક્સપ્રેસ અને DDU-પટના એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ સિવાય કેટલીક અન્ય ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.

આ ટ્રેનોના રૂટ બદલાયા છે

  • રક્સૌલ અંત્યોદય એક્સપ્રેસ (15548)
  • ડિબ્રુગઢ એક્સપ્રેસ (15945)
  • મગધ એક્સપ્રેસ (20802)
  • બરૌની એક્સપ્રેસ (19483)
  • આસનસોલ એસએફ એક્સપ્રેસ (12362)
  • ગુવાહાટી નોર્થ ઈસ્ટ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (22450)
  • બ્રહ્મપુત્રા મેલ (15657)… આ સિવાય બીજી ઘણી ટ્રેનો છે, જેના રૂટ બદલવામાં આવ્યા છે.

રેલવેએ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

રેલવેએ અકસ્માત સંબંધિત માહિતી માટે અલગ-અલગ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે.

  • પટના- 9771449971
  • દાનાપુર- 8905697493
  • આરા- 8306182542, 8306182542 અને 7759070004.
  • નવી દિલ્હી- 01123341074, 9717631960
  • આનંદ વિહાર- 9717632791