બિહારમાં તમામ જિલ્લાઓમાં મંદિરો, મઠ અને રજિસ્ટ્રેશન વગર ચાલતા ટ્રસ્ટોની નોંધણી કરવામાં આવશે

હવે બિહારમાં તમામ જિલ્લાઓમાં મંદિરો, મઠ અને રજિસ્ટ્રેશન વગર ચાલતા ટ્રસ્ટોની નોંધણી કરવામાં આવશે. બિહાર સરકારે રાજ્યના તમામ જિલ્લાઓના ડીએમ એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટને નોંધણી કરાવવા માટે સૂચનાઓ જારી કરી છે. આ સાથે મંદિરો, મઠો અને ટ્રસ્ટોની સ્થાવર મિલક્તોની વિગતો પણ રાજ્ય ધામક ટ્રસ્ટ બોર્ડને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે, મંદિરો અને મઠોને લગતી સ્થાવર મિલક્તોની વિગતો કે જેની નોંધણી કરવામાં આવી છે, તે પણ બિહાર રાજ્ય ધામક ટ્રસ્ટ બોર્ડને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવી જોઈએ જેથી કરીને તેને તેની વેબસાઇટ પર અપલોડ કરી શકાય.

રાજ્ય ધામક ટ્રસ્ટ બોર્ડ બિહાર સરકારના કાયદા વિભાગ હેઠળ આવે છે. આ સમગ્ર મામલે બિહાર સરકારના કાયદા મંત્રી નીતિન નવીને કહ્યું છે કે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચના આપવામાં આવી છે કે તે સુનિશ્ર્ચિત કરે કે તમામ અનરજિસ્ટર્ડ મંદિરો, મઠો અને ટ્રસ્ટોની પ્રાથમિક્તાના આધારે નોંધણી કરવામાં આવે. આ સાથે જ સ્થાવર મિલક્તોની વિગતો બીએસબીઆરટીને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવી જોઈએ. કાયદા મંત્રી નીતિન નવીને કહ્યું કે અત્યાર સુધી માત્ર ૧૮ જિલ્લાઓએ બીએસબીઆરટીને ડેટા પૂરો પાડ્યો છે.