- ભવ્ય રામ મંદિરની જેમ બિહારમાં પણ સીતામાતાના જન્મસ્થળ સીતામઢીમાં માતા સીતાનું મંદિર બનાવવાની જદયુએ માંગ કરી છે.
પટણા,
બિહારમાં મંદિરના નામ પર રાજનીતિ કોઇ નવી વાત નથી આ ક્રમમાં હવે મા જાનકીની જન્મભૂમિ સીતામઢીના પુરૌના ધામમાં ભવ્ય મંદિર બનાવવાને લઇ ભાજપ અને જદયુમાં નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે.જદયુએ અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામ મંદિરની જેમ બિહારમાં પણ સીતામાતાના જન્મસ્થળ સીતામઢીમાં માતા સીતાનું મંદિર બનાવવાની માંગ કરી છે.
બિહારના મંત્રી અને જદયુના વરિષ્ઠ નેતા વિજેન્દ્ર યાદવે કહ્યું કે જે રીતે અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં ભાજપ નેતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તે રીતે માતા સીતાના મંદિર માટે પહેલ કેમ કરવામાં આવી રહી નથી તેમણે કહ્યું કે અયોધ્યામાં મંદિરનું નામ રામ મંદિર આપવામાં આવી રહ્યું છે જયારે તેનું નામ સીતા રામ હોવું જોઇતુ હતું. તેમણે કહ્યું કે ભાજપે જો અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરાવ્યું તો તેની જવાબજારી બને છે કે બિહારમાં માતા સીતાના મંદિરનું નિર્માણ કરાવે.આ મહિલાઓ પ્રત્યે અપમાનનો સવાલ છે.જદયુ મંત્રીએ વધુમાં કહ્યું કે આ બિહાર અને મિથિલાંચલની ઉપેક્ષા છે.
દરમિયાન ભાજર પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલે કહ્યું કે મુખ્યમંત્રી નીતીશકુમાર બતાવે કે કેટલીવાર તે જનકપુરી ગામ ગયા અને માતા સીતાના મંદિરમાં ગયા.જાયસવાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ માતાના ઘરે ગયા હતાં ભાજપની સરકારે રામ જાનકી હાઇવે બનાવ્યો અને આ સાથે જ હવે અયોધ્યામાં થી જનકપુરી સુધી ગ્રીન ફોરલેન સડકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
દરમિયાન ભાજપના સાંસદ અને રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે અયોધ્યા શ્રીરામની જન્મભૂમિ છે અને ત્યાં તે પહેલા શ્રીરામનું મંદિર હતું આ વાત જયારે પુરાતાત્વિક પ્રમાણોથી અદાલતમાં સિધ થઇ ચુકી છે ત્યારે બિહાર સરકારના એક મંત્રી તેને સીતા મંદિર નામ આપવાની વાત કરી નવો વિવાદ કેમ ઉભો કરવા ઇચ્છે છે.તેમણે કહ્યું કે મંદિરનું નિર્માણ,નામકરણ અને પુર્નરૂધાર જેવા કામ સંતો શ્રદ્ધાળુ ઓના છે ભાજપ કે કોઇ રાજનીતિક પક્ષના નથી પરંતુ મંત્રી તેના પર રાજનીતિ કરી રહ્યાં છે.મોદીએ કહ્યું કે શ્રી રામ,દેવી સીતા અને રામાયણ સંસ્કૃતિનું સમ્માન કરવું ફકત ભાજપનું દાયિત્વ નથી પરંતુ મંત્રીના નિવેદનથી લાગે છે કે સીતા રામથી જદયુ અને મહાગઠબંધન સરકારને કોઇ સંબંધ નથી..