- વિરાટ રામાયણ મંદિર માટે ચંપારણના એક મુસ્લિમ વ્યક્તિએ અઢી કરોડના ખર્ચવાળી ૨૩ એકર જમીન દાન આપી છે.
પટણા,
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ બાદ સીતાની જન્મભૂમિ સીતામઢીમાં પણ એક ભવ્ય મંદિર નિર્માણની તૈયારી કરવામાં આવી રહી છે.આ વર્ષ સીતાના મંદિરનો પાયો રાખવામાં આવશે જયારે પૂર્વી ચંપારણ જીલ્લાના કેસરિયા કૈથવલિયા(જાનકીનગર)માં દુનિયાનું સૌથી મોટું મંદિર અને સૌથી મોટું શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે.
સીતામઢીના પુનૌરા ધામમાં મકરાના પથ્થરોથી બનનારી દિવ્ય સીતા ઉદ્વવ મંદિરની આધારશિલા રાખવામાં આવશે આ સંબંધમાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.પુનૌરામાં બનનાર મંદિરના નિર્માણને લઇ ગુજરાતથી એન્જીનીયરોની ટીમે નીરીક્ષણનું કામ પુરૂ કર્યું છે. તેમાં ઉત્કૃષ્ટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે મંદિરનું નિર્ણાણ ૧૯૪-૧૯૪ ફીટના પરિસરમાં બનશે.મંદિરનું નિર્માણ કરી રહેલ મહાવીર મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય કિશોર કુણાલ અનુસાર સીતા કુંડના મધ્યે એક દિવ્ય સીતા ઉદ્વવ મંદિરનું નિર્માણ કરાવવામાં આવશે જેનો ખર્ચ લગભગ ૧૦૦ કરોડ સુધી આવી શકે છે.
દરમિયાન મહાવીર મંદિર ન્યાય સમિતિ તરફથી બિહારના પૂર્વ ચંપારણ જીલ્લાના કેસરિયા કૈથવલિયા(જાનકીનગર)માં વિશ્ર્વનું સૌથી મોટું મંદિર અને સૌથી મોટું શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે આ વિરાટ રામાયણ મંદિરમાં દુનિયાનું સૌથી મોટું શિવલિંગ સ્થાપિત કરવામાં આવશે શિવલિંગની ઉચાઇ ૩૩ ફીટ હશે લગભગ ૨૫૦ મીટ્રિક ટન વજનવાળા શિવલિંગને તમિલનાડુના તિરૂચિરાપલ્લીની પહાડી ગ્રેનાઇટ થી તૈયાર કરવામાં આવી રહ્યું છે તેમાં સૌથી ઉપર શિવના પાંચ મુખ હશે અને નીટે ૧૦૦૮ સહ લિંગમની નકકાશી હશે.મંદિરનું ઉદ્ધાટન ૨૦૨૪માં થશે ત્યારબાદ દર્શન પુજન શરૂ થઇ જશે.તમિલનાડુના તિરૂચિરાપલ્લીની પહાડી ગ્રેનાઇટને શિવલિંગ બનાવવા માટે ૧૫૬ ગાડીઓથી મહાબલીપુરમ લાવવામાં આવી છે ત્યાંથી નકશી કામ કર્યા બાદ તેને પુરી તૈયારીની સાથે કેથવલિયા લાવવામાં આવશે.
વિરાટ રામાયણ મંદિર માટે ચંપારણના એક મુસ્લિમ વ્યક્તિએ અઢી કરોડના ખર્ચવાળી ૨૩ એકર જમીન દાન આપી છે. અયોધ્યાથી જનકપુર સુધી બની રહેલ જાનકી પથ પર જ ચંપારણનું જાનકીનગર છે જ્યાં વિરાટ રામાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. એવી માન્યતા છે કે શ્રી રામની જાન જનકપુરથી પાછી ફરતી વખતે મોતિહારીના આ સ્થાન પર રોકાઇ હતી જયાં દુનિયાનું સૌથી મોટુ મંદિર અને દુનિયાનું સૌથી મોટુ શિવલીંગ બનાવવામાં આવી રહ્યું છે.