બિહારમાં ઓવૈસીની પાર્ટીના મોટા નેતાની ગોળી મારીને હત્યા કરતાં હડકંપ, દુકાનમાં એટેક થયો 

બિહારના સિવાન જિલ્લામાં શનિવારે મોડી સાંજે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા પર જીવલેણ હુમલો થયો હતો.આ ઘટના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુતુબ છપરામાં બની હતી.બાઇક પર સવાર ત્રણ શખ્સોએ AIMIM નેતા આરિફ જમાલને તેની રેસ્ટોરન્ટમાં મારી નાખવાના ઇરાદે ગુનેગારોએ જમાલ પર ફાયરીંગ કર્યું હતું. જે બાદ બાઈક સવાર સ્થળ પરથી ભાગી ગયા.જમાલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

આરીફ જમાલ ફાસ્ટ ફૂડની દુકાન ધરાવે છે. આ ઘટના લગભગ 8.30 થી 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ફાયરીંગ કર્યા બાદ બાઈક સવારો ફરાર થઈ ગયા હતા. લોકોએ ઉતાવળમાં આરીફ જમાલને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અહીં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

આ મામલામાં હુસૈનગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિજય યાદવે જણાવ્યું કે આરિફ જમાલની ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી છે. આરીફ દુકાન પર બેઠો હતો. ત્યારે બાઇક સવારોએ તેના પર ફાયરીંગ કર્યું હતું. જેમાં તેને પેટમાં ગોળી વાગી હતી. સ્થાનિક લોકો અને પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું મૃત્યુ થયું. હાલ કેસની તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ આરીફ જમાલના પેટમાં માત્ર એક ગોળી વાગી છે. ઘટના બાદ લોકો તેને પહેલા સદર હોસ્પિટલ લઈ ગયા. આ પછી તે અહીંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલમાં જ મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટના બાદ પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.