બિહારમાં કાયદો વ્યવસ્થા ધ્વસ્ત ,નીતીશ સરકારને બરતરફ કરવામાં આવે : ચિરાગ પાસવાન

પટણા,

લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ અને લોકસભા સાંસદ ચિરાગ પાસવાને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરી હતી.આ દરમિયાન ચિરાગ પાસવાને અમિત શાહની સામે બિહારની કાયદો વ્યવસ્થાને લઇ મુદ્દો ઉઠાવ્યો.ચિરાગે કહ્યું કે બિહારમાં કાયદોનું શાસન સમાપ્ત થઇ ચુકી છે.તેમણે ગૃહમંત્રી અમિત શાહને નીતીશકુમાર સરકારને રાજયમાંથી બરતરફ કરવાની માંગ કરી

ચિરાગ પાસવાને અમિત શાહને પોતાની પાર્ટીનું આવેદન પત્ર સોંપ્યું જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે બિહારમાં સરકારી સંરક્ષણમાં શરાબ માફિયા બેકાબુ થઇ રહ્યાં છે રાજયમાં જયાં શરાબબંધી છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઝેરી શરાબ પીને મરી રહ્યાં છે તેમણે કહ્યું કે એ કહેવું ખોટું હશે નહીં કે બિહારમાં કાયદાનું રાજ ખત્મ થઇ ગયું છે.

ચિરાગ પાસવાને પોતાના આવેદનપત્રમાં લખ્યું છે કે બિહારમાં અપરાધને લઇ લોકો પરેશાન છે શરાબ માફિયા અને ધંધાદારીને પ્રશાસનિક સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે જેને કારણે હજારો લોકોને પોતાના જીવ ગુમાવવા પડી રહ્યાં છે.આ ઘટનાઓથી બિહારમાં હાહાકાર મચી છે પરંતુ સરકાર મુકદર્શક બની બેઠી છે.તેમણે કહ્યું કે ૧૭ ડિસેમ્બરે બિહારના રાજયપાલ ફાગુ ચૌહાણની પણ મુલાકાાત કરી હતી અને બિહારની સ્થિતિથી માહિતગાર કર્યા હતાં આ સંબંધમાં પાર્ટીએ બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની વિનંતી કરી હતી પાસવાને બિહારની તમામ ઘટનાઓનો ઉલ્લેખ કરી અમિત શાહની સામે પોતાની માંગ રાખી હતી.

એ યાદ રહે કે ચિરાગ પાસવાન,નીતીશકુમારના વિરોધને કારણે ૨૦૨૦માં રાજય વિધાનસભા ચુંટણી પહેલા ભાજપના નેતૃત્વવાળા એનડીએથી બહાર થઇ ગયા હતાં. નીતીશકુમારના એનડીએથી બહાર નિકળ્યા બાદ ચિરાગ પાસવાન ભાજપની નજીક આવી ગયા અને રાજયમાં તાજેતરની પેટાચુંટણીમાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર પણ કર્યો હતો જેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંન્ને પક્ષો વચ્ચે ગઠબંધન તાકિદે ઔપચારિક રૂર લઇ શકે છે.