બિહારમાં દેવાના ડુબેલા પરિવારે મજાર પર જઇ ખાધુ ઝેર, ૫ના મોત, એકની હાલત ગંભીર


નવાદા,
બિહારના નવાદાથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે અને એકની હાલત નાજુક છે. નવાદામાં દેવું કરતા એક પરિવારે મોડી રાત્રે પત્ની અને ૪ બાળકો સાથે કબર પર જઈને ઝેર પી લીધું હતું. જેમાંથી પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. રિપોર્ટ અનુસાર નવાદા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ એરિયા મોહલ્લાના રહેવાસી લાલ ગુપ્તાએ તેના પરિવાર સાથે આ પગલું ભર્યું હતું.
મૃતકોમાં ઘરના વડા કેદાર લાલ ગુપ્તા, પત્ની અનિતા કુમારી અને ત્રણ બાળકો પ્રિન્સ કુમાર, શબનમ કુમારી અને ગુડિયા કુમારીનો સમાવેશ થાય છે. તે જ સમયે, એક પુત્રી સાક્ષીની હાલત નાજુક છે. ઘાયલોને પાવાપુરી વિન્સમાં રીફર કરવામાં આવ્યા છે.

કેદાર લાલ ગુપ્તાની નવાદામાં ફળોની દુકાન હતી. કેદારલાલ ગુપ્તા પર ઘણું દેવું થઈ ગયું હતું અને દેવાને લઈને તેમને ટોર્ચર કર્યા હોવાની પણ ચર્ચા છે. દેવાથી કંટાળીને તેણે આખા પરિવાર સાથે ઝેર ખાઈ લીધું હતું. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક છોકરી હજી જીવિત છે પણ તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહી છે.

રિપોર્ટ અનુસાર કેદાર લાલ ગુપ્તા પર ૧૦થી ૧૨ લાખનું દેવું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે પોલીસ આવી ત્યારે મુખિયા કેદારલાલ ગુપ્તા હોશમાં હતા, જ્યારે પોલીસે તેને પૂછ્યું કે તેણે તેના સહ-પરિવારમાંથી ઝેર કેમ પીધું, તો તેણે કહ્યું કે તેના પર ૧૦-૧૨ લાખ રૂપિયાનું દેવું છે. આ પછી કેદારલાલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.