બિહારમાં અશ્ર્લિલ અને ડબલ મીનિંગ ભોજપુરી ગીતો પર કાર્યવાહી થશે

પટણા,

બિહારમાં ભોજપુરી ગીતોમાં અશ્ર્લીલતા અને જાતિ સુચક શબ્દોના પ્રયોગ કરવા હવે તમને મોંધુ પડી શકે છે.રાજય સરકારે ડબલ મીનિંગ ભોજપુરી ગીતો પર અંકુશ લગાવવાને લઇ કમર કસી લીધી છે.આ મામલો વિધાનસભાના બજેટ સત્રમાં પણ ઉઠાવાયો છે.ધારાસભ્યો દ્વારા આ રીતના મામલો ઉઠાવ્યા બાદ મંત્રી વિજેન્દ્ર પ્રસાદ યાદવે ગૃહને આશ્ર્વસ્ત કર્યું છે કે સરકાર તેના પર રોક લગાવવા માટે ગંભીર છે.

મંત્રી વિજેન્દ્ર પ્રસાદે કહ્યું કે કાર્યવાહી માટે પોલીસ મુખ્યાલય તરફથી પત્ર જારી કરવામાં આવ્યો છે.જો કે મંત્રીના જવાબથી પ્રશ્નકર્તા ધારાસભ્ય સંતુષ્ટ થયા નહીં ૧૫ ફેબ્રુઆરીએ આ સંબંધમાં તમામ જીલ્લાના વરિષ્ઠ પોલીસ અધીક્ષકોને આ સંબંધમાં એક પત્ર મોકલી નિર્દેશિત કરવામાં આવ્યા છે.પત્રમાં કહેવામાં આવ્યું છે કે સુચનાનુસાર, ગાયકો દ્વારા પોતાના ભોજપુરી ગીતોમાં અશ્ર્લીલ,ડબલ મીનિંગ જાતિસુચક,મહિલા અને અનુસૂચિત જાતિની ગરિમાને ઠેંસ પહોંચાડનારા શબ્દો રજુ કરવામાં આવી રહ્યાં છે.આવા ગાયક પોતાના ગીતોમાં કોઇ જાતિનું મહિમામંડન કરે છે તો કોઇ જાતિને નીચે બતાવે છે આ રીતના ગીતોથી સામાજિક સદ્ભાવના વાતાવરણ બગડવાની ગોપનીય સંભાવના છે.

ભોજપુર સીવાાનમાં આવા ગીતોને કારણે ૧૧ ફેબ્રુઆરીએ પણ એક પત્ર મોકલવામાં આવ્યો હતો પરંતુ એવું જોવામાં આવી રહ્યું છે કે આ પ્રવૃતિ સીમિત થવાની જગ્યાએ વધુ વધી રહી છે.આવા ભોજપુરી ગીતોથી સામાજિક સદ્ભાવના બગડવાની અને જાતિઓ વચ્ચે વિદ્રેષ ઉભો થઇ શકે છે.