બિહાર, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, બિહારમાં આગામી ૨૦૨૪ લોક્સભા ચૂંટણી માટે લગભગ ૭.૬૪ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.
રાજીવ કુમારે બુધવારે પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે રાજ્યમાં ૧૮-૧૯ વર્ષની વય જૂથમાં ૯.૨૬ લાખ પ્રથમ વખત મતદારો છે. વધુમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના ૨૧, ૬૮૦ મતદારો છે અને ૭.૬૪ કરોડ મતદારોમાંથી ૧.૬ કરોડ મતદારો ૨૦-૨૯ વર્ષની વય જૂથના છે અને આ ચૂંટણીમાં યુવાનોની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનરે એ પણ માહિતી આપી હતી કે, રાજ્યમાં વિકલાંગ વ્યક્તિઓ મતદારોની સંખ્યા ૬.૩ લાખ છે.
ચૂંટણી પંચે એ પણ માહિતી આપી કે અહીં ૪ કરોડ પુરુષ મતદાતા છે જ્યારે ૩.૬ કરોડ મહિલા મતદારો છે. તેમણે એ પણ માહિતી આપી કે, રાજ્યમાં ૧૪.૫ લાખ વરિષ્ઠ નાગરિક મતદારો છે. સીઈસીએ પ્રેસ કોન્ફરન્સમાં એ પણ માહિતી આપી હતી કે, કમિશને છેલ્લા બે દિવસમાં સામાન્ય ચૂંટણીઓ માટે વિવિધ રાષ્ટ્રીય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી. કમિશને કહ્યું કે તેણે મતદાર યાદીમાંથી ૧૬.૭ લાખ લોકોના મૃત્યુ અને મતદારોને અન્ય જગ્યાએ ખસેડવાના કારણે કાઢી નાખ્યા છે.
બિહારમાં ૭.૬૪ કરોડ મતદારો છે, જેમાંથી ૪ કરોડ પુરૂષ અને ૩.૬ કરોડ મહિલા છે. ૨૧,૬૮૦ મતદારો ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના છે. ૯.૨૬ લાખ પ્રથમ વખતના મતદારો છે. ઝ્રઈઝ્રએ ઉમેર્યું. તેમણે લોકોને મતદાન સમયે કોઈપણ પ્રકારના ડર વગર મતદાન કરવા અપીલ કરી હતી. હું લોકોને અપીલ કરું છું કે, તેઓ કોઈપણ ડર વગર મતદાન કરવા જાય. આગામી મહિનામાં લોક્સભા ચૂંટણીની તારીખો જાહેર થવાની આશા છે.