પટણા, બિહાર ૧૩ ડિસેમ્બરથી પટનામાં બે દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ નું આયોજન કરશે, જેનો ઉદ્દેશ્ય રાજ્યને રોકાણના મુખ્ય કેન્દ્રોમાંના એક તરીકે વિક્સાવવાનો છે. બિહારના ઉદ્યોગ પ્રધાન સમીર કુમાર મહાસેથે મંગળવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, “બિહાર બિઝનેસ કનેક્ટ-૨૦૨૩” એ વૈશ્ર્વિક રોકાણકાર સમિટ છે જેનો ઉદ્દેશ્ય રાજ્યને આકર્ષક વૈશ્ર્વિક રોકાણ સ્થળ તરીકે રજૂ કરવાનો છે. ૧૩ ડિસેમ્બરથી શરૂ થનારી આ બે દિવસીય કોન્ફરન્સમાં ટેક્સટાઈલ, ફૂડ પ્રોસેસિંગ, આઈટી, બાયોફ્યુઅલ વગેરે જેવા મુખ્ય ક્ષેત્રોમાં રાજ્યના વ્યૂહાત્મક ફાયદાઓ પર પ્રકાશ પાડવામાં આવશે.
તેમણે કહ્યું કે આ સમિટ, જેમાં ભારત અને વિદેશની ૬૦૦ થી વધુ કંપનીઓ ભાગ લેશે, તે ઔદ્યોગિક વિકાસ અને રોકાણમાં અગ્રેસર બનવાની બિહારની સફરમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
મહાસેથે જણાવ્યું હતું કે, આ ઇવેન્ટમાં અગ્રતાના ક્ષેત્રો પર ચર્ચા, ઔદ્યોગિક વિસ્તારોની મુલાકાતો અને રાજ્યના નેતૃત્વ સાથે ઉચ્ચ-સ્તરની બેઠકોનો સમાવેશ થશે, જે બિહારમાં ઔદ્યોગિક વિકાસ અને રોકાણ માટે એક નવું ધોરણ સ્થાપિત કરશે.તેમણે જણાવ્યું હતું કે રાજ્યએ રોકાણકારોને આકર્ષવા માટે નીતિઓ બનાવી છે, ખાસ કરીને લોજિસ્ટિક્સ, ટેક્સટાઇલ અને ચામડાના ક્ષેત્રમાં પર્યાપ્ત સમર્થન અને પ્રોત્સાહનો પ્રદાન કરે છે.
મહાસેઠે કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ આ સંમેલનના સમાપન દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.સમાન મંતવ્યો વ્યક્ત કરતાં, બિહાર માહિતી અને જનસંપર્ક વિભાગના સંજય કુમાર ઝાએ જણાવ્યું હતું કે, “બિહાર બિઝનેસ કનેક્ટ-૨૦૨૩ રાજ્યમાં રોકાણની તકો ઓળખવા માટેનું મુખ્ય પ્લેટફોર્મ હશે. રાજ્ય હવે ઔદ્યોગિક રોકાણ માટે એક આદર્શ સ્થળ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની અમારી સરકાર રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર પાસેથી બિહારને વિશેષ દરજ્જાની માંગ કરી રહી છે.