પટણા,તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા બિહારના પરપ્રાંતિય કામદારો વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. તેમની ટિપ્પણીને લઈને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે પટનાની સ્થાનિક કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુના સ્થાનિક નેતા મનીષ કુમાર સિંહે પટનાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. મનીષ કુમાર સિંહે મજૂર દિવસ પર ગોવામાં ભાષણ દરમિયાન સાવંતની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. સાવંતે ગોવામાં ૯૦% ગુનાઓ માટે યુપી-બિહારના લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.
જેડીયુ નેતાએ યુપી-બિહારનું અપમાન કરવા બદલ સાવંને માફી માંગવાની માંગ કરી છે. મનીષ કુમાર સિંહે કહ્યું કે, પ્રમોદ સાવંતે દેશને પોતાના પ્રથમ રાષ્ટ્રપતિ આપનાર રાજ્ય, જ્યાં છેલ્લા શીખ ગુરુનું જન્મ સ્થળ છે તે રાજ્યનું અપમાન કરવાનું કામ કર્યું છે. તેણે પોતાના નિવેદન માટે માફી માંગવી જોઈએ.
આ અરજી ટૂંક સમયમાં સુનાવણી માટે આવે તેવી શક્યતા છે. આ દરમિયાન એક નિવેદનમાં, જેડીયુના બિહાર એકમના પ્રમુખ ઉમેશ સિંહ કુશવાહાએ આરોપ લગાવ્યો કે, સાવંત જે ભાજપમાંથી છે તે હિંદી ભાષી લોકો પ્રત્યે હંમેશા અપમાનજનક ટિપ્પણી કરતી રહી છે. તેમણે દાવો કર્યો કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારને આગામી વર્ષે યોજાનારી લોક્સભા ચૂંટણીમાં આ મુદ્દા પર તેમના મૌન માટે પાઠ ભણાવશે.