મુંબઇ, વર્ષ ૨૦૦૬ માં શૂરું થયેલ રિયાલિટી શો બીગ બોસ આજે ઘરે ઘરે જાણીતું નામ બની ગયું છે. વર્ષે દર વર્ષે બીગ બોસની લોકપ્રિયતામાં વધારો જ થતો આવ્યો છે. આટલા વર્ષોમાં જ્યાં બીગ બોસ ગણી વખત વિવાદોમાં ફસાયું છે, પરંતુ હજી પણ તે શો સફળતાપૂર્વક ચાલતો આવ્યો છે.બીગ બોસના આટલા વર્ષો સુધી લોકપ્રિય રહેવા પાછળ કોઈ મુખ્ય પરિબળ હોય તો તે અન્ય કોઈ નહીં પરંતુ હિન્દી સિનેમા જગતના ભાઈજાન અને આ શો ના હોસ્ટ સલમાન ખાન છે.બીગ બોસની લોકપ્રિયતાની સાથે સલમાનની ફી માં પણ સમય સાથે ઉછાળો આવ્યો છે.
સલમાન ખાનનો હોદ્દો આજે એ મુકામે પહોંચ્યો છે કે, હવે તેમનું નામ જ કાફી છે. આવું માત્ર સિલ્વર સ્ક્રીન માટે જ નહીં પરંતુ નાના પડદા માટે પણ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. એવું કહેવાય છે કે સ્ક્રીન પર સલમાન ખાનનો જાદુ કામ કરે છે. સલમાન ખાન શુરૂઆતથી જ આ શો સાથે જોડાયેલા છે તેવું નથી. સલમાન ખાન અને બીગ બોસ વર્ષ ૨૦૧૦ માં પ્રથમ વખત એક સાથે આવ્યા હતા. આજે સલમાન ખાનને બીગ બોસ શો ઉપર ૧૪ વર્ષ જેટલો સમય થઈ ગયો છે, આ વર્ષોમાં બિગ બોસના ફોર્મેટથી લઈને ઘરમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. આટલા વર્ષોમાં તેની સાથે સાથે શો ના હોસ્ટ સલમાન ખાનની ફી માં પણ ધરખમ વધારો થયો છે. આટલા વર્ષોમાં વર્ષોમાં સલમાનનો પગાર ૧૦ કે ૨૦ ટકા નહીં પરંતુ ૧૮૫ ટકા વયો છે. જી હા ૨૦૧૦ થી અત્યાર સુધી સલમાન ખાનની ફી માં ૧૦-૧૫ કે ૫૦ ટકા નહીં પરંતુ ૧૮૫ % વધારો થયો છે.
વર્ષ ૨૦૧૦ થી લઈને અત્યાર સુધીમાં ઘણા લોકો માને છે કે સલમાન ટીવીની દુનિયામાં બદલાવ લાવ્યો છે. સલમાનના કારણે ઘણા ટીવી હોસ્ટને તક મળી છે. વર્ષ ૨૦૧૦માં જ્યાં સલમાનને ૭૦ કરોડ રૂપિયા મળ્યા હતા. વર્ષ ૨૦૨૩ માં, અભિનેતાને બિગ બોસ હોસ્ટ કરવા માટે કુલ ૨૦૦ કરોડ રૂપિયા મળ્યા હતા. એટલે કે સલમાનના પગારમાં ૧૮૫ ટકાનો વધારો થયો છે. આમ આટલા વર્ષોમાં શો ની લોકપ્રિયતાની સાથે સાથે સલમાન ખાનની ફી માં પણ ધરખમ વધારો થયો છે.