બિગ બોસ ફેમ રાહુલ મહાજનના ત્રીજા લગ્ન પણ તૂટ્યા, એક્ટર ડિવોર્સથી તૂટ્યો

બિગ બોસ ફેમ રાહુલ મહાજન ફરી એકવાર ચર્ચામાં છે. એક અહેવાલ અનુસાર, અભિનેતાના લગ્ન ફરી એકવાર તૂટી રહ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રાહુલ મહાજન અને તેની પત્ની અને કઝાકિસ્તાની મોડલ નતાલ્યા ઇલિના છૂટાછેડા લઈ રહ્યા છે.

એક અહેવાલ મુજબ, રાહુલ મહાજન અને નતાલ્યા ચાર વર્ષ સુધી વિવાહિત જીવન જીવ્યા અને ગયા વર્ષે દંપતીએ છૂટાછેડા માટે અરજી કરી હતી.

નતાલ્યા રાહુલની ત્રીજી પત્ની હતી. આ પહેલા તેણે 2006-2008 દરમિયાન શ્વેતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં રાહુલે ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા. ડિમ્પી અને રાહુલની મુલાકાત મેટ્રિમોનિયલ રિયાલિટી શો ‘રાહુલ દુલ્હનિયા લે જાયેગા’માં થઈ હતી. ડિમ્પી અને રાહુલે 2010માં લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્નજીવનમાં ઘણો મતભેદ થયો અને આખરે 2015માં બંને અલગ થઈ ગયા. આ પછી રાહુલે ફરી એકવાર કઝાકિસ્તાની મોડલ નતાલ્યા સાથે લગ્ન કર્યા, પરંતુ હવે અહેવાલો આવી રહ્યા છે કે, તેના ત્રીજા લગ્ન પણ તૂટી ગયા છે.

રિપોર્ટ અનુસાર, પૂર્વ પાયલટના એક નજીકના મિત્રએ જણાવ્યું કે, ત્રીજા તલાક બાદ રાહુલની તબિયત સારી નથી. બ્રેકઅપ પછી તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. હવે તે ઠીક છે. તે જીવનમાં પાછો આવી રહ્યો છે. ગયા વર્ષે તેની તબિયત સારી નહોતી. હવે તેને પ્રેમ મળવાની આશા છે. 

બીજી તરફ, અહેવાલો અનુસાર, જ્યારે આ અંગે રાહુલ મહાજનનો સંપર્ક કરવામાં આવ્યો, તો તેણે ન તો અહેવાલને નકારી કાઢ્યો ન તો તેની પુષ્ટિ કરી. તેમણે કહ્યું, “હું મારા અંગત જીવનને ખાનગી રાખવા માંગુ છું. હું કોઈ પણ વાત પર ટિપ્પણી કરવાનું પસંદ નહીં કરું. હું મારા અંગત જીવનમાં શું થઈ રહ્યું છે તેની મારા મિત્રો સાથે ચર્ચા પણ નથી કરતો.” મહત્વનું છે કે,રાહુલ વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસની ઘણી સીઝનમાં દેખાયા હતા.