મુંબઇ,
ટચૂકડા પડદાની ફેમસ એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા વિશે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે એટલે કે શનિવારે ઉર્વશીની કારનો એક્સિડેંટ થયો હતો. એક્ટ્રેસ પોતાની કારમાં મીરા રોડ સ્થિત ફિલ્મ સ્ટુડિયોમાં શૂટિંગ કરવા જઈ રહી હતી. ત્યારે બાળકોને લઈ જઈ રહેલી એક સ્કૂલ બસે તેની કારને પાછળથી ટક્કર મારી હતી. રિપોર્ટ અનુસાર, આ ટક્કર ઘણી જબરદસ્ત હતી.
અચાનક આ અકસ્માત થયો ત્યારે ઉર્વશી ગાડી ચલાવી રહી હતી. જો કે સારી વાત છે કે આ અકસ્માતમાં એક્ટ્રેસ સહિતનો સ્ટાફ બચી ગયો હતો. આ મામલાને લઈને ઉર્વશી કહે છે કે આ એક દુર્ઘટના હતી. જોકે, તે ઠીક છે, તેને વધારે ઈજા થઈ નથી. ફેન્સ ચિંતા ન કરે.
ડોક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે જેના પછી તે સંપૂર્ણ રીતે ફિટ અને ફાઈન થઈ જશે. આ સિવાય ઉર્વશીએ સ્કૂલ બસના ડ્રાઈવર વિરુદ્ધ કોઈ કેસ નોંધ્યો નથી.
જણાવી દઈએ કે ઉર્વશી ધોળકિયા એક ફેમસ ટીવી એક્ટ્રેસ છે. ઉર્વશીએ ફેમસ શો ’ક્સૌટી ઝિંદગી કી’માં ’કોમોલિકા’ બનીને ઘર-ઘરમાં નામ બનાવ્યું હતું. એક્ટ્રેસ ટીવીના સૌથી કોન્ટ્રોવશયલ શો બિગ બોસની સિઝન ૬ની વિજેતા પણ રહી ચુકી છે. આ સિવાય ઉર્વશીએ ઘણા ટીવી શો કર્યા છે.
ઉર્વશી માત્ર તેના પ્રોફેશનલ ફ્રન્ટથી જ નહીં પરંતુ તેની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહી હતી. કહેવાય છે કે ઉર્વશીના લગ્ન ૧૬ વર્ષની ઉંમરે થયા હતા. જ્યારે ઉર્વશી ૧૭ વર્ષની હતી ત્યારે તેણે ટ્વિન્સ પુત્રોને જન્મ આપ્યો હતો. બંનેના નામ સાગર અને ક્ષિતિજ હતા. લગ્નના બે વર્ષ બાદ જ ઉર્વશી તેના પતિથી અલગ થઈ ગઈ હતી. છૂટાછેડા થઈ ગયા. આ પછી ઉર્વશીએ ફરી લગ્ન કર્યા નથી. બીજા લગ્ન વિશે ક્યારેય વિચાર્યું નથી.