મુંબઇ, બિગ બોસ ૧૭ ફેમ અંક્તિા લોખંડે અને વિકી જૈન ફરી એકવાર ચર્ચાઓમાં આવી ગયા છે. પવિત્ર રિશ્તા સીરીયલની અભિનેત્રીએ તાજેતરમાં તેના પતિ વિકી જૈન સાથે હોસ્પિટલની તસવીરો શેર કરી છે. વાસ્તવમાં અંક્તિા હાથમાં થયેલી ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે તેના પતિ વિકીની હાલત પણ ખરાબ છે. કપલને આ હાલતમાં જોઈને તેના ચાહકો પરેશાન છે.
અંક્તિા લોખંડેએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ વિકી જૈન સાથેના ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, ’બીમારી અને સ્વાસ્થ્યમાં સાથે. ખરેખર…’ હાથ પર થયેલી ઈજાને કારણે અભિનેત્રી આર્મ સ્લિંગ શોલ્ડર ઈમોબિલાઈઝર સાથે જોવા મળી હતી. આ ઉપરાંત, અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરીને ચાહકોને અનુમાન કરવા કહ્યું કે દર્દી કોણ છે. તેણે લખ્યું, ’અનુમાન કરો કે દર્દી કોણ છે?’
અંક્તિા લોખંડેએ હોસ્પિટલમાંથી તસવીરો પોસ્ટ કરતાની સાથે જ ચાહકોએ ઘણી બધી કૉમેન્ટ કરી લીધી અને ચિંતા વ્યક્ત કરી. એક ચાહકે લખ્યું, ’શું હું એકલો છું જે એ સમજી શક્તો નથી કે અહીં સાચો દર્દી કોણ છે કારણ કે ભલે અંક્તિાના હાથમાં ઈજા થઈ છે, મને લાગે છે કે વિકી ભૈયા દાખલ થયા છે.’ અન્ય યુઝરે ટિપ્પણી કરી, ’તમે બંને જલ્દી સાજા થઈ જાઓ’. ’લા પિલા દે શરાબ’નું પ્રીમિયર ૫ એપ્રિલે થયું હતું. આ ગીતમાં સૌરભ સચદેવા સાથે વિકી જૈન અને અંક્તિા લોખંડે જોવા મળ્યા હતા. અંક્તિા લોખંડે અને વિકી જૈને ’બિગ બોસ ૧૭’માં ઘણી લાઈમલાઈટસમાં રહ્યા હતા. શોમાં બંને વચ્ચેની લડાઈ લાઈમલાઈટમાં રહી હતી. શો પછી તેમના સંબંધો વિશે અફવાઓ ઉડી હતી. આમ છતાં, આ કપલે બધાને ખોટા સાબિત કરીને હંમેશા એકબીજા માટે પ્રેમ દર્શાવ્યો છે.