BIG BREKING : અતિક અહેમદ દોષિત જાહેર, પ્રયાગરાજની કોર્ટે આપ્યો ચુકાદો.

  • ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક એહમદ દોષીને દોષી જાહેર કર્યો 
  • 17 વર્ષ જુના કેસમાં આજે આવ્યો ચુકાદો 
  • ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી હતી 

ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક એહમદને પ્રયાગરાજ એમપી-એમએલએ કોર્ટે કેસના દરેક આરોપીને દોષી જાહેર કર્યા છે. 17 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે.

ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી હતી 
25 જાન્યુઆરી 2005એ બસપા ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ સામે આવ્યા હતા. જ્યારે ચાર અજાણ્યા શખ્સો આરોપી હતા.આ કેસમાં રાજૂ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006એ અપહરણ થયું હતું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લગાવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની સાથે મારઝુડની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

17 વર્ષ જુના કેસમાં આજે આવ્યો ચુકાદો 
17 વર્ષ જુના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટ ચુકાદો આવ્યો છે. આ મામલામાં બાહુબલી અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 11 લોકો આરોપી છે. આ કેસ માટે સોમવારે અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા. તેના ઉપરાંત એક અન્ય આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યા. ત્રણેયને નૈની જેલમાં કડક દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. 

આ કેસમાં 11 આરોપી 
અતીક અહમદ ઉપરાંત કેસમાં અશરફ, દિનેશ પાસી, અંસારા અહમદ ઉર્ફ અંસારા બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી અને અઝાઝ અખ્તર આરોપી છે. આ આરોપી અંસાર અહમદની મોત થઈ ચુકી છે. અતીક અહમદ અશરફ અને ફરહાન જેલમાં છે. બાકી આરોપી જામીન પર છે. 

ઉમેશ પાલ અપહરણ કેસની ટાઈમલાઈન 
25 જાન્યુઆરી 2005: બસપા ધારાસભ્ય રાજૂપાલની હત્યા 
28 ફેબ્રુઆરી 2006: રાજૂપાલ કેસમાં ગવાહ ઉમેશ પાલનું અપહરણ 
5 જુલાઈ 2007: અતીક અને તેના ભાઈ પર અપહરણનો કેસ 
11 આરોપી ઉમેશ પાલ અપહરણ કેસમાં 
18 માર્ચ: કેસમાં સુનાવણી થઈ પુરી 
24 ફેબ્રુઆરી 2023: ઉમેશ પાલની હત્યા 
28 માર્ચ: ઉમેશ અપહરણ કેસમાં નિર્ણય 

17 વર્ષ બાદ અતીકના ગુના પર નિર્ણય 
પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ રાજૂપાલ હત્યાકાંડમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ જ્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગલીની બહાર કારથી નિકળતી વખતે તેમના પર શૂટરોએ ફાયરિંગ કરી હતી. આ સમયે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેના બે ગનર્સની મોત થઈ ગઈ હતી. ઉમેશ પાલની પત્નીએ આ મામલામાં અતીક, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો પર કેસ નોંધ્યો ચે. છે. પોલીસ આ કેસમાં અસદ સહિત 5 શૂટરોની શોધ કરી રહી છે.