ટેલિવિઝનનો સૌથી મોટો રિયાલિટી શો ‘બિગ બોસ’ એની 18મી સિઝન સાથે વાપસી કરી રહ્યો છે. આ વખતે પણ બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ શોને હોસ્ટ કરશે. મુંબઈના ફિલ્મસિટીમાં શૂટિંગ સેટ તૈયાર થઈ ગયો છે. એને આર્ટ અને બોલિવૂડ ડાયરેક્ટર ઓમંગ કુમાર અને તેની પત્ની વનિતા ઓમંગ કુમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. શોના સેટને ‘ટાઈમ કા તાંડવ’ની થીમ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યો છે.
‘ટાઈમ કા તાંડવ’ની થીમ: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ વર્ષની થીમ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની આસપાસ ફરશે. અમે એક ખાસ ગુફા થીમ પસંદ કરી છે. જ્યારે અમે એના વિશે વિચાર્યું ત્યારે અમને આશ્ચર્ય થયું કે આપણે કેટલાં વર્ષો પાછળ જઈ શકીએ. શું આપણે હજારો વર્ષ પાછળ જઈ શકીએ? જૂની દીવાલો પરનાં ચિત્રો આપણને પ્રેરણા આપે છે. આ ગુફા થીમ દ્વારા અમે ઈચ્છીએ છીએ કે કન્ટેસ્ટન્ટ એક અદ્ભુત પ્રવાસ પર જાય, જ્યાં ઈતિહાસના પડઘા સાંભળી શકાય.
ગુફા કલા અને સંસ્કૃતિનું મિશ્રણ અજંતા અને ઈલોરાની કળાને ધ્યાનમાં રાખીને અમે ગુફા જેવું લાગે એવું ઘર બનાવવાનું વિચાર્યું છે. કન્ટેસ્ટન્ટને એવું લાગવું જોઈએ કે તે એક મહત્ત્વપૂર્ણ ઓળખનો ભાગ છે. જ્યારે કન્ટેસ્ટન્ટ અહીં બેસે છે, ત્યારે તેને લાગશે કે આ સમગ્ર સ્થળની ઓળખ મોટી છે. ડિઝાઇન કરતી વખતે અમે એને એટલો ખાસ બનાવવાનો પ્રયાસ કર્યો કે તમે જ્યાં પણ કૅમેરો મૂકો ત્યાં એ અદ્ભુત દેખાય. ઘરના દરેક ખૂણામાં કલાની નિશાની હોવી છે, જે લોકોને આકર્ષિત કરશે.
ભારતીય સંસ્કૃતિનો સમાવેશ પત્ની વનિતાના કહેવા પર અમે આ ડિઝાઇનમાં કેટલાંક ભારતીય તત્ત્વોને ઉમેરવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય સંસ્કૃતિ અને કલામાંથી રંગબેરંગી પેટર્ન અને પરંપરાગત સજાવટનો સમાવેશ કરવો એ એક સરસ વિચાર હતો. એનાથી ઘરની સુંદરતા તો વધશે જ, પરંતુ સ્પર્ધકોને આપણી સંસ્કૃતિ સાથે જોડાવાની તક પણ મળશે.
સર્જનાત્મક પ્રક્રિયામાં નિર્માતાઓનો સહયોગ મળ્યો આપણે થીમ્સ વિશે વાત કરીએ છીએ, ત્યારે કેટલીકવાર નિર્માતાઓ પોતે જ અમને ડિઝાઇન અને વિચારો આપતા હતા. પરંતુ અમારી પાસે એક ક્રિએટિવ પ્રક્રિયા છે, જેમાં અમે પોતાને જ પ્રેરણા આપીએ છીએ. અમારાં વિચારો અને પદ્ધતિઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ વખતે ઇન્ડિયન થીમ નિર્માતાઓ તરફથી આવી હતી, પરંતુ અમે તેમને કહ્યું કે એને કેવી રીતે ‘કેવ હોટલ’ તરીકે રજૂ કરી શકાય. અમે એ પણ વિચાર્યું કે અમે એને ભારતીય ફિલ્મનો ઢાળ કેવી રીતે બતાવી શકીએ ત્યારે જ ‘ગુફા’નો વિચાર આવ્યો.
107 કેમેરાનો ઉપયોગ કરાયો ડિઝાઇન કરતી વખતે અમારે ફ્લો પ્લાન પર ઘણું ધ્યાન આપવું પડે છે. શું તોડી નાખવું, શું વિસ્તૃત કરવું અને તમામ કાર્ય કેવી રીતે પૂર્ણ કરવાં એ વિશે અમારે વિચારવાની જરૂર હતી. કેમેરાને ઘણી જગ્યાએ છુપાવવાની જરૂરી પડે છે. આ વખતે 107 કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વિવિધ જગ્યાઓમાં લગાવવામાં આવ્યા છે.
બજેટને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે બિગ બોસનું ઘર આ ઘરના નિર્માણમાં ફાઈબર અને પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)નો ઉપયોગ કરાયો છે. સામાન્ય રીતે અમે લાકડાંનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ પ્રોજેક્ટમાં અમને એવી સામગ્રીની જરૂર છે, જે ઘાટમાં સરળ હોય અને ખર્ચાળ ન હોય, તેથી અમે POP પસંદ કર્યું, જે અમને બાંધકામને વધુ મોટું બનાવવાની મંજૂરી આપે છે. ફાઈબર મોંઘું આવે છે એટલે જો એનો ઉપયોગ કરીએ તો પ્રોજેક્ટની કિંમત વધી જાત, તેથી અમે પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું શક્ય બનાવવા માટે આ સામગ્રીઓનો સ્કિલ સાથે ઉપયોગ કર્યો. આ ઘરને બનાવવામાં કુલ 45 દિવસનો સમય લાગ્યો હતો. અમારી ટીમમાં 100થી 200 લોકો છે, જેઓ દિવસ-રાત મહેનત કરે છે. અમે આખું કામ 45 દિવસમાં કર્યું. બાંધકામ પ્રક્રિયામાં લાઇટિંગ, પેઇન્ટિંગ અને અન્ય સર્જનાત્મક તત્ત્વો માટે મોટી ટીમની જરૂર હોય છે.
જૂના વિચારમાં નવો વળાંક આ વર્ષે અમે કેટલાક જૂના વિચારોને નવી રીતે વળાંક આપ્યો છે, જેમ કે અમારે ત્યાં હંમેશાં ઘોડાની સજાવટ હોય છે. અમે ગયા વર્ષના ઘોડાને પેઇન્ટ કર્યો છે, એને 3D લુક આપ્યો અને એને પથ્થરમાં પણ પરિવર્તિત કર્યો છે. આનાથી એને એક નવો અને અલગ લુક મળ્યો છે. વનિતા પાસે ટેરાકોટાની બનેલી ખાસ વસ્તુઓ છે, જેને અમે દરેક ખૂણામાં સજાવી છે. આ બધી વસ્તુઓ આ ઘરને વધુ ખાસ બનાવે છે.
સલમાનના રૂમની ખાસ ડિઝાઇન સલમાનના રૂમની ડિઝાઇન અન્ય રૂમ જેવી જ છે, પરંતુ એમાં કેટલાંક ફ્યુચર તત્ત્વો પણ ઉમેરવામાં આવ્યાં છે. ત્રણ અલગ-અલગ ઝોન હશે, જે એકબીજા સાથે જોડાયેલા છે, જોકે અમને અત્યારે આ વિશે વધુ કહેવાની મંજૂરી નથી.