મુંબઇ,
બિગ બોસ ૧૬નું નામ પણ આ શોની એ સિઝનમાં સામેલ છે જેમાં અનેક સ્પર્ધકોને હિંસાનો ઉપયોગ કરવાને કારણે બહાર કર્યો હતો. ગત્ત રાત્રે અર્ચના-ગૌતન અને શિવ ઠાકરે વચ્ચે લડાઈ થતા અર્ચનાને બિગ બોસેના ઘરમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આ અહેવાલો વચ્ચે અર્ચનાએ ચાહકોનું દિલ તોડી નાંખ્યુ છે. અર્ચનાનું હિસા ભરેલું પગલું તેમના વિરુદ્ધ થયો છે. પોતાના ગુસ્સા પર કાબુ ન કરવા પર અર્ચના માટે ભારે પડી છે.
અર્ચના ગૌતમ બિગ બોસ ૧૬ની એક સ્ટ્રેન્ગ સ્પર્ધક હતી. આ સીઝનમાં અંદાજે દરેક સ્પર્ધકો એક્ટિંગ કરતા જોવા મળ્યા હતા. તેમાંથી માત્ર અર્ચનાનો અસલી રંગ જોવા મળ્યો હતો. અર્ચનાએ પોતાની વાત તમામ લોકો સમક્ષ રાખવા ક્યારે પણ પાછળ પગ કરતી નથી. તેના અવાજને લઈ તેની સાથે વાત કરવાની સ્ટાઈલ ચાહકો વચ્ચે ખુબ મશહુર છે. ખાસ કરીને તેનો એક ડાયલોગ, માર મારકર મોર બના દુંગી, પરંતુ મળતી જાણકારી અનુસાર અર્ચનાના ચાહકો માટે એક સારા સમાચાર એ પણ છે કે, બિગ બોસના શોમાં તે પરત ફરી છે.
રસોડામાં ચર્ચા દરમિયાન અર્ચના અને શિવ વચ્ચે ઘણી બોલાચાલી મળી હતી. શિવ પણ અર્ચનાને સતત ઉશ્કેરતો જોવા મળ્યો હતો. મામલો એટલો આગળ વધી ગયો હતો કે મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આવતા વીક એન્ડના વારના દિવસે સલમાન ખાન ફરી એકવાર અર્ચનાને ઘરની અંદર પરત મોકલશે. જો કે, તેના પગલા માટે તેને ઠપકો પણ આપવામાં આવશે. પરંતુ જો આ સમાચાર સાચા સાબિત થશે તો મેરઠની સિંહણ ફરી એકવાર બિગ બોસ ૧૬નો ભાગ બનશે.
સોશિયલ મીડિયા પર સતત અર્ચનાના ચાહકો તેની ઘરમાં એન્ટ્રી કરવાની માંગ કરી રહ્યા છે. જો આવું થયું તો પ્રથમ વખત હશે કે, બિગ બોસના ઘરમાં હિંસા બાદ સ્પર્ધકની એન્ટ્રી થઈ હોય. આ પહેલા અનેક સીઝનમાં કેટલાક સ્પર્ધકોએ હિંસા કરી હતી જેને લઈ બિગ બોસે તેને ઘરમાંથી બહારનો રસ્તો દેખાડ્યો હતો.