બાઈડેને ટ્રમ્પને ગણાવ્યા લોક્તંત્ર માત્ર ખતરો, પૂર્વ પ્રેસિડેન્ટ ભડકી ઉઠયા

વોશિગ્ટન, અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક ઉમેદવાર પોતાની જીત સુનિશ્ર્ચિત કરવા જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો તબક્કો શરૂ થઈ ગયો છે.

આ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એકબીજા પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં, ટ્રમ્પે પોતાને લોકશાહી માટે ખતરો ગણાવતા બાઈડેનના નિવેદન પર વળતો પ્રહાર કર્યો. તેમણે તેમના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધીને દયનીય અને ભયભીત કરનાર તરીકે વર્ણવ્યા હતા.

વાસ્તવમાં, પેન્સિલવેનિયાના વેલી ફોર્જમાં ૨૦૨૪ના ચૂંટણી પ્રચારના પ્રથમ ભાષણમાં જો બાઈડેને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લોકશાહી માટે ખતરો ગણાવ્યા હતા. બાઈડેને કહ્યું હતું કે બીજા કાર્યકાળ માટે તેમના પર વિશ્ર્વાસ કરી શકાય નહીં.

બાઈડેનના નિવેદન પર ડોનાલ્ડ ટ્રમ્પે પલટવાર કર્યો હતો. ટ્રમ્પે આયોવાના સિઓક્સ સેન્ટરમાં પોતાના સમર્થકોને સંબોધતા બાઈડેનના ભાષણને ભય ફેલાવવા માટેનું દયનીય અભિયાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ માત્ર લોકશાહીના મુદ્દા પર તેમના પર હુમલો કરી રહ્યા છે કારણ કે તેઓ અન્ય મુદ્દાઓ પર લડી શક્તા નથી.