વોશિગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગાઢ સ્પર્ધા ચાલુ છે. બંને પોતપોતાના પક્ષમાં પોતાના હરીફોને હરાવીને પ્રાથમિક ચૂંટણીમાં આગળ છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ પદ માટે બંને વચ્ચે જબરદસ્ત સ્પર્ધા થશે. મળતી માહિતી મુજબ, યુએસ પ્રમુખ જો બિડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પોતપોતાની પાર્ટીની પ્રાથમિક ચૂંટણી જીતી લીધી છે. જેના કારણે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ બંને નેતાઓ વચ્ચે ફરી મેચ થવાની શક્યતા વધી ગઈ છે.
બંને નેતાઓ પોતપોતાના પક્ષોના સંભવિત પરંતુ સૌથી શક્તિશાળી ઉમેદવારો છે. ટ્રમ્પે એરિઝોના, લોરિડા, ઇલિનોઇસ, કેન્સાસ અને ઓહિયોમાં સરળતાથી રિપબ્લિકન પ્રાઈમરીઝ જીતી લીધી હતી. બીજી તરફ લોરિડા સિવાયના આ રાજ્યોમાં યોજાયેલી ડેમોક્રેટિક પાર્ટીની પ્રાથમિક ચૂંટણીમાં પણ રાષ્ટ્રપતિ બિડેને જીત મેળવી છે. લોરિડામાં ડેમોક્રેટિક પાર્ટીએ તેની પ્રાથમિક રદ કરી અને બિડેનને તેના તમામ ૨૨૪ પ્રતિનિધિઓનું સમર્થન આપ્યું. તે જ સમયે, ટ્રમ્પ સમથત ઉદ્યોગપતિ બર્ની મોરેનોએ ઓહિયોમાં રિપબ્લિકન સેનેટ પ્રાઇમરીમાં બે દાવેદારોને હરાવ્યા હતા. જેમાં ઓહાયોના મુખ્ય ચૂંટણી અધિકારી ફ્રેક્ધ લારોઝ અને મેટ ડોલનનો સમાવેશ થાય છે. ટ્રમ્પ લોરિડાના મતદાર છે અને મંગળવારે પામ બીચના એક મનોરંજન કેન્દ્રમાં પોતાનો મત આપ્યા બાદ તેમને પત્રકારોને કહ્યું કે મેં ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો છે.
ટ્રમ્પે ઓહાયોમાં શનિવારે એક રેલી યોજી હતી, જેણે ઘણા વર્ષોથી રિપબ્લિકન પાર્ટીને ટેકો આપ્યો હતો. દરમિયાન, બિડેને મંગળવારે નેવાડા અને એરિઝોનાની મુલાકાત લીધી હતી. આ બંને રાજ્યો બંને દાવેદારો માટે ટોચની પ્રાથમિક્તાવાળા રાજ્યોમાં સામેલ છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાલમાં જ કહ્યું હતું કે જો તેમના સિવાય અન્ય કોઈ ચૂંટણી જીતશે તો રક્તપાત થશે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલા દેશવાસીઓને સૌથી મોટી ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ નવેમ્બરમાં આ વખતે ચૂંટણી નહીં જીતે તો અમેરિકામાં રક્તપાત શરૂ થઈ જશે. જો બિડેનની બદલો લેવાની તરસ આ માટે જવાબદાર હશે.
હાલમાં જ ઓહાયોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે જો આ વખતે પણ બિડેન જીતી જાય અને હું નવેમ્બરમાં હારી જઈશ તો આખા દેશમાં ‘ખુનામરકી’ શરૂ થઈ જશે. ટ્રમ્પ ઓહાયોમાં સેનેટ ઉમેદવાર બર્ની મોરેનો માટે પ્રચાર કરી રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે જો સ્થિતિ વધુ બગડે છે, તો તે અથવા જો બિડેન સામાજિક સુરક્ષાને સુરક્ષિત કરી શકશે નહીં.