ગોધરા,ચરોતર આરોગ્ય મંડળ સંચાલિત શ્રી ક્રિષ્ના હોસ્પિટલ કરમસદ ધ્વારા બી.ફાર્મસી કોલેજ-રામપુરા ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંસ્થાના ચાર બી.ફાર્મ વિદ્યાર્થેઓની સારા પગાર ધોરણે પસંદગી કરવામાં આવી.
શ્રી ક્રિષ્ના હોસ્પિટલ ૯૦૦ કરતાં વધુ બેડની ક્ષમતા ધરાવતી ગુજરાતની વિશ્વશનીય હોસ્પિટલમાંથી એક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે. હોસ્પીટલમાં વિના મૂલ્યે કેશ નોધવામાં તથા સારવાર આપવામાં આવે છે. ગરીબીરેખા નીચે જીવતા સામાન્ય લોકોને સારવારમાં પણ રાહત આપવામાં આવે છે. બી. ફાર્મસી કોલેજ રામપુરા વર્ષ ૨૦૦૬ થી ફાર્મસી શિક્ષણમાં સંકળાયેલી સંસ્થા છે. શ્રી ક્રિષ્ના હોસ્પિટલના મેનેજર નિશાંત કુમાર અને એચાઆર. મેનેજર નિગમ મદન, સોનબા હોસ્પિટલ, સેવાલિયાના કો.કોર્ડીનેટર, પ્રશાંતસિંહ રાઉલજી, બી.ફાર્મસી કોલેજ રામપુરાના વાઈસ પ્રિન્સીપાલ, ડો.સુરેશ એમ. જૈન, ડોં.કિંજલ એચ. શાહ અને પ્લેસમેન્ટ કો.ઓર્ડિનેટર, વિશ્ર્વકર્માસિંહ દ્વારા ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું હતું.