ભૂતવડ પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી ગરબાડા ના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયોે

ગરબાડા, ગરબાડા તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલના અધ્યક્ષ સ્થાને ભૂતવડ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડી, બાલવાડી અને ધોરણ એકના બાળકોને કુમકુમ તિલક કરી કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધોરણ 3 થી 5 માં પ્રથમ આવેલ તેજસ્વી તારલાઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં ધોરણ પાંચમાં કશ્યપ ચાવડા, ધોરણ-4માં આરોહી ચૌહાણ, ધોરણ-3માં આંસી નીનામાને ઇનામ આપવામાં આવ્યું. જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ કોમન ઈન્ટર ટેસ્ટમાં 8 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા. તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે એકલવ્ય પરીક્ષામાં મેરીટ સહિત ટેલેન્ટ પુલ યોજનામાં ત્રણ વિદ્યાર્થીઓ પસંદ થયા તેમને પણ ઇનામ આપવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું. જેને ટીડીઓએ રૂપિયા 500, લાઝનઅને સીઆરસી કો.ઓ. મુકેશભાઈ ભુરીયાએ રૂપિયા 200, માનસીગભાઈ કોચરાએ રૂપિયા 505, નિવૃત શિક્ષક હિંમતસિંહ બામણીયાએ રૂ500 ભલાભાઇ ચૌહાણ રૂપિયા 200 આપી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી.

શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી શાળાનો અહેવાલ ટૂંકમાં રજૂ કર્યો હતો . શાળાએ વિવિધ ક્ષેત્રમાં કરેલ પ્રવૃત્તિઓની સિદ્ધિઓ વર્ણવી હતી. જ્યારે પ્રાસંગિક પ્રવચન સીઆરસી કો.ઓ.આબલી મુકેશભાઈ ભુરીયા પ્રવચન કર્યું . અધ્યક્ષ સ્થાનેથી ટીડીઓએ શાળામાં કરવામાં આવતી શૈક્ષણિક તેમજ બાહ્ય પ્રવૃત્તિઓને બિરદાવી અભિનંદન આપ્યા હતા. તેમના તરફથી જરૂરી સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી.

આભાર વિધિ શાળાના શિક્ષક જગદીશભાઈ ડામોર જ્યારે કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ દરજીએ કર્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે બાળકોનો આરોગ્ય તપાસણી કરી હતી. તેમજ વજેલાવ ગામની સાતે-સાત આંગણવાડીની બહેનોએ હાજર રહી વાનગીના નમુના રજૂ કર્યા અને ધાત્રી, સગર્ભા અને કિશોરીને પૂરક પોષણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસએમસીના સભ્યો, વાલીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.