ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મહાસુખ ઍવોર્ડ વિજેતાનો યોજાયેલ સન્માન સમારંભ

ગોધરા,ગોધરા તાલુકાના મહેલોલની શાહ એન્ડ પંડ્યા હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના નિવૃત્ત આચાર્ય કે.ઓ. શાહ ને તાજેતરમાં મુંબઈમાં ખડાયતા યુવક દ્વારા મહાસુખ ઍવોર્ડ પ્રાપ્ત થતાં સને 1986-87ના વર્ષના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ઈસરોડિયા ગામના તળાવ પાસે નૈસર્ગિક વાતાવરણમાં આવેલા સોમનાથ કામનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં તા. 31-12-23, રવિવારે સવારે કે.ઓ. શાહનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને ગુરૂ વચ્ચે ભૂતકાળના વિદ્યાર્થી જીવનનાં સંભારણાં આનંદ ઉલ્લાસમય પ્રાકૃતિક નયન રમ્ય વાતાવરણમાં પરિસંવાદ કરી અતિતની યાદગીરી તાજી કરી હતી. કે.ઓ. શાહે સૌ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનો આભાર માન્યો હતો અને સમારોહના અંતે પૌષ્ટિક આહારનો રસાસ્વાદ માણ્યો હતો.