ભુસાવલ યાર્ડમાં કામગીરીથી ગોધરાથી સાત ટ્રેનો રતલામ પસાર થશે.

ગોધરા,મઘ્ય રેલ્વેના ભુસાવલ જંકશન પર ટ્રેનની અવર જવરની કાર્યક્ષમતા વધારવા માટે તા.30 અને 31 માર્ચ દરમિયાન યાર્ડ રિમોડલિંગનુ કામ કરવામાં આવી રહ્યુ છે. યાર્ડને અવર જવર કરવા માટે યાર્ડ રિમોડેલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે કામગીરીને કારણે બ્લોકને લઈને પશ્રિમ રેલ્વે દ્વારા સંચાલિત સાત ટ્રેનો ભુસાવાલને બદલે વાયા ગોધરા, રતલામ થઈને પસાર કરવામાં આવશે. જેમાં અમદાવાદ પુરી, અમદાવાદ પ્રયાગરાજ, અમદાવાદ એમ.જી.આર.ચેન્નઈ નવજીવન એકસપ્રેસ, એમજીઆર ચેન્નઈ અમદાવાદ નવજીવન એકસપ્રેસ, સુરત છપરા તાપ્તિગંગા એકસપ્રેસ, અમદાવાદ બરોૈની અને વારાણસી એકતાનગર મહામના એકસપ્રેસ જેવી ટ્રેનો ગોધરા જંકશન ખાતેથી પસાર થશે. બે દિવસ સુધી ગોધરા જંકશન સતત રેલ્વે વ્યવહારથી વ્યસ્ત રહેશે.