ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ૧૮મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા

  • ટીમ ભૂપેન્દ્રમાં કુલ ૧૬ પ્રધાનો, ૮ કેબિનેટ, ૬ રાજ્યકક્ષા, ૨ને સ્વતંત્ર હવાલો, એક માત્ર મહિલાને સ્થાન,અગાઉના મંત્રીમંડળના ૧૨ મંત્રીઓ કપાયા.

ગાંધીનગર,

ભારતીય જનતા પાર્ટીના નેતા ભૂપેન્દ્ર પટેલ આજે સતત બીજી ટર્મ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડમાં બપોરે ૨ વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજોયો હતો જેમાં ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના ૧૮મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતાં ભુપેન્દ્ર પટેલ સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે તેમના શપથ બાદ સભાગૃહ તાળીઓનો ગડગડાટ થયો હતો. તમામ લોકોએ સર્વાનુમતે વધાવ્યા હતા.મુખ્યમંત્રી ઉપરાંત ૮ કેબિનેટ, ૨ રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને ૬ રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા. ત્યારે કેબિનેટમાં એકમાત્ર રાજકોટ ગ્રામ્ય બેઠકના ભાનુબેન બાબરીયાનો મહિલા મંત્રી તરીકે સમાવેશ કરાયો છે. આમ, આગામી પાંચ વર્ષ માટે ભુપેન્દ્ર પટેલ ગુજરાતના કેપ્ટન અને બાકીના મંત્રીઓ ટીમ બનીને ગુજરાત પર રાજ કરશે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં ૮ ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ૠષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં ૮ ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ૠષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.જયારે ભુપેન્દ્ર પટેલના અગાઉના મંત્રીમંડળના ૧૨ મંત્રીઓ કપાયા છે જયારે ૨ને ટિકિટ અપાઇ ન હતી અને એક હારી ગયા ગયા છે.અગાઉના મંત્રીમંડળમાંથી કપાયેલા ધારાસભ્યોમાં જીતુ વાઘાણી,પૂર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા,અર્જુનસિંહ ચૌહાણ,જીતુ ચૌધરી,મનિષા વકીલ,નિમિષા સુથાર,ગજેન્દ્રસિંહ પરમાર,વિનુ મોરડિયા,દેવા માલમ,પ્રદીપસિંહ પરમાર, રાજેન્દ્ર ત્રિવેદી (તેમની પાસેથી મહેસુલ ખાતું અગાઉ પાછું ખેંચી લેવાયું હતું, જે ખાતું હર્ષ સંઘવીને સોંપાયું હતું.),બ્રિજેશ મેરજા (ટિકિટ ન અપાઇ), રાજેન્દ્ર ત્રિવેદી (ટિકિટ ન અપાઇ), કિરીટ વાઘેલા (ચૂંટણીમાં હારી ગયા)સામેલ છે

છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે..જેમાં નરેન્દ્ર મોદીથી માંડી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીથી માંડી ભૂપેન્દ્ર પટેલ સુધીના મુખ્યપ્રધાન શપથ લઈ ચૂક્યા છે. નરેન્દ્ર મોદી ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહ્યા. જેમાં તેમણે ૪ વખત શપથ લીધા..૨૨ મે ૨૦૧૪ના રોજ આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન બન્યા.. ૭ ઓગસ્ટ ૨૦૧૬નાં રોજ વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યાં. હવે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યપ્રધાાન બન્યાં છે. ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડમા યોજાયેલી સોગંદવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત,છત્તીસગઢના વિપક્ષ નેતા નારાયણ ચંડેલ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, પ્રમોદ બોરો યુપીપીએલ, મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહ,ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા, ત્રિપુરાના ઉપમુખ્યમંત્રી જિસ્નુ દેવ વર્મા,તમિલ મનિલા કોંગ્રેસના પ્રમુખ જી કે વાસન,બિહારના વિપક્ષ નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિંહા,ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ,સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ,રાજ્યસભાના સાંસદ ડો. કે લક્ષ્મણ,ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસ, નાગાલેન્ડના ઉપમુખ્યમંત્રી યાનંથુન્ગો પેટ્ટોન, નાગાલેન્ડના મુખ્યમંત્રી નેઇફિઉ રીઓ એનડીપીપી,મહિલા અને બાળ વિકાસના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની,કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે,સ્ટીલના રાજ્યકક્ષાના મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે,નેશનલ કમિશન ઓફ માઈનોરિટીઝના ચેરપર્સન ડો.ઈકબાલસિંહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુશ્કર ધામી, ઉત્તરપ્રદેશઁના સીએમ યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે,નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ હતાં.