CM ભૂપેન્દ્ર પટેલ કોવિડ પોઝિટિવ, હોમ આઈસોલેટમાં રખાયા

bhupendra-patel
  • CM ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ 
  • કોવિડના લક્ષણ જણાયા બાદ કરાવ્યો હતો ટેસ્ટ
  • CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રખાયા

ગુજરાતના આરોગ્યમંત્રી કોરોનાને માત આપી પરત ફર્યા છે ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાના હળવા લક્ષણ જણતા તેઓએ કોવિડનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મુખ્યમંત્રી પટેલની સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામા આવ્યું છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

ગઈકાલના ગુજરાતના કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ હાલ એક્શન મોડમાં છે ત્યારે લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપી રહ્યું છે. તેવામાં આજે ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે. આજે 500ની નજીક કોરોનાના કેસ પહોંચી જતા ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં નવા 475 કેસ નોંધાતા એક્ટિવ કેસ 2893 પર પહોંચ્યા છે. તો 98.88 ટકા રિકવરી રેટ છે.

કયા કેટલા કોરોના કેસ?
અમદાવાદ શહેરમાં 211 અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 76 અને ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 35 અને ગ્રામ્યમાં 12 કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં 17 અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. મહેસાણામાં 14, નવારીમાં 12, અમરેલીમાં 10, ગાંધીનગર શહેરમાં 9, કચ્છમાં 8, ભરૂચમાં 7, ગાંધીનગરમાં 7, વલસાડમાં 7, જામનગર ગ્રામ્યમાં 5, રાજકોટ શહેરમાં 5 અને ગ્રામ્યમાં 3, બનાસકાંઠામાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, ખેડામાં 4, આણંદમાં 3, ભાવનગર શહેરમાં 3, પાટણમાં 3, ગીર સોમનાથમાં 2, મહીસાગરમાં 2, સાબરકાંઠામાં 2, પંચમહામાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા છે.