ભૂખ્યા પેટે ફુટપાથ પર સૂતો, સ્કિન કલરને કારણે બોલિવૂડમાં અપમાન કરવામાં આવતું : મિથુનદા

મુંબઈ,

૮૦ના દાયકામાં મિથુન ચક્રવર્તી ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય હતા. મિથુન ચક્રવર્તી ચાહકોમાં ’મિથુનદા’ અથવા ’ડિસ્કો ડાન્સર’ તરીકે લોકપ્રિય છે. મિથુન ચક્રવર્તીએ જીવનમાં ઘણો જ સંઘર્ષ કર્યો છે અને હાલમાં જ શો ’સારેગામા લિટલ ચેમ્પ’માં પોતાના સંઘર્ષની વાત કરતાં કરતાં તેઓ ભાવુક બની ગયા હતા. તેમણે પોતાના જીવનમાં થયેલા કડવા અનુભવો કહ્યા હતા અને પોતાની બાયોપિક ના બને તેમ પણ કહ્યું હતું, શોમાં તેઓ બોલિવૂડ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરે સાથે આવ્યા હતા.

મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે સ્કિન કલરને કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આ જ કારણે અવાર-નવાર તેનની આંખો ભીંજાઈ જતી હતી. શોમાં મિથુનદાએ કહ્યું હતું, ’હું નથી ઈચ્છતો કે હું જે પરિસ્થિતિમાંથી પસાર થયો તેમાંથી બીજા કોઈએ પસાર થવું પડે. દરેકનો પોતાનો સંઘર્ષ હોય છે, તે મુશ્કેલ સમય સામે બાથ ભીડે છે, પરંતુ મને મારા સ્કિન કલર અંગે ઘણું જ ખરાબ કહેવામાં આવ્યું હતું. સ્કિન કલર અંગે વર્ષો સુધી મારું અપમાન કરવામાં આવ્યું. દિવસોના દિવસો હું ખાલી પેટ સૂઈ જતો, સૂવા માટે રડતો. એવા દિવસો પણ જોયા હતા કે હવે હું શું જમીશ તે વિચારવું પડતું. સૂવા માટે ક્યાં જઈશ. અનેક દિવસો હું ફુટપાથ પર સૂઈ ગયો છું.’

૭૨ વર્ષીય મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે આ જ કારણે તે નથી ઈચ્છતા કે તેમની પર કોઈ બાયોપિક બને, કારણ કે તે માને છે કે તેમની સ્ટોરી કોઈને પ્રેરણા આપી શકે નહીં. તેમના જીવનની વાતો કોઈને માનસિક રીતે તોડી નાખશે. લોકોને તેમના સપના પૂરા કરવામાં પ્રોત્સાહન આપવાને બદલે તે નિરાશ કરવા માગતા નથી. જો તે કરી શકે છે તો કોઈ પણ કરી શકે છે. તેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરવા લાંબી જંગ લડી છે. હિટ ફિલ્મ આપી એટલે તે લિજેન્ડરી નથી, પરંતુ સંઘર્ષ કર્યા એટલા માટે તે લિજેન્ડ છે.૧૯૫૦ ૧૬ જૂનના રોજ જન્મેલા મિથુન ચક્રવર્તીએ કોલકાતામાં મ્.જીષ્ઠ કર્યું હતું. તેમણે પુનેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયામાં એડમિશન પણ લીધું હતું. ફિલ્મમાં આવ્યા પહેલાં મિથુન ચક્રવર્તી નક્સલી હતા, પરંતુ તેમના ભાઈનું અકસ્માતમાં મોત થતાં તેમણે પરિવારને કારણે નક્સલવાદ છોડી દીધો હતો.

મિથુન ચક્રવર્તીએ ફિલ્મી કરિયરની શરૂઆત ૧૯૭૬માં આવેલી ફિલ્મ ’મૃગયા’થી કરી હતી. આ ફિલ્મ માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેમણે કેટલીક ફિલ્મમાં નાના-મોટા રોલ કર્યા હતા. ૧૯૮૨માં આવેલી ફિલ્મ ’ડિસ્કો ડાન્સર’થી મિથુન ચક્રવર્તી માત્ર ભારતમાં નહીં, પરંતુ રશિયામાં પણ લોકપ્રિય થયા હતા. આ ફિલ્મથી તેઓ ડાન્સર બની ગયા હતા. મિથુનદાએ ૩૫૦થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે તેઓ ૨૦૨૨માં રિલીઝ થયેલી ફિલ્મ ’ધ કાશ્મીર ફાઇલ્સ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. હવે તેઓ ’બાપ’ ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સની દેઓલ, સંજય દત્ત તથા જેકી શ્રોફ છે.

તેઓ ફિલ્મ ઉપરાંત ઊંટી, મસિનાગુડી તથા મૈસુરમાં હોટલ ચલાવે છે. મિથુને પહેલા લગ્ન હેલેન લ્યુક સાથે ૧૯૭૯માં કર્યા હતા, પરંતુ ચાર મહિનામાં જ તેઓ અલગ થઈ ગયા હતા. ત્યારબાદ મિથુને બોલિવૂડ એક્ટ્રેસ યોગીતા બાલી સાથે ૧૯૭૯માં લગ્ન કર્યા હતા. યોગીતા બાલીએ આ પહેલાં સ્વર્ગીય સિંગર-એક્ટર કિશોર કુમાર સાથે ૧૯૭૬માં લગ્ન કર્યા હતા. આ લગ્ન બે વર્ષ ટક્યા હતા અને બંને અલગ થઈ ગયા હતા. યોગીતા બાલી તથા મિથુનને ચાર સંતાનો યોગીતા તથા મિથુનને ત્રણ દીકરાઓ (મહાઅક્ષય, નમાશી તથા ઉસ્મેય) છે. તેમણે દીકરી દિશાની દત્તક લીધી છે. મહાઅક્ષયે ૨૦૦૮માં ફિલ્મ ’જિમ્મી’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ લોપ રહી હતી. મહાઅક્ષય બોલિવૂડમાં મિમોહ તરીકે પણ જાણીતો છે. તેણે ૨૦૧૮માં મદાલસા શર્મા સાથે લગ્ન કર્યા છે. મદાલસા શર્મા હાલમાં ટીવી સિરિયલ ’અનુપમા’માં કાવ્યાનો રોલ પ્લે કરી રહી છે.