ભૂકંપની ૩ હૃદયસ્પર્શી કહાની
તુર્કીના ભૂકંપના ૨ આંચકામાં પરિવાર ખતમ થઈ ગયો,દરેક મિનિટે લાશો મળી રહી છે

અજમારિન,

તુર્કી, સિરિયા, લેબેનોન અને ઇઝરાયલમાં સોમવારે ખૂબ જ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ૭.૮ અને ૭.૬ની તીવ્રતાના ઝટકાને આ પાડોશી દેશોમાં લગભગ ૪૩૦૦ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. રાહત અને બચાવ અભિયાન શરૂ છે, પરંતુ મૃત્યદેહો મળવાનો સિલસિલો હજુ અટકી રહ્યો નથી. ખરાબ હવામાન અને મોંઘવારીના સંકટનો સામનો કરી રહેલા તુર્કીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં મૃત્યુનો આંકડો પણ ૪૩૦૦ને પાર કરી ગયો છે. બીજી તરફ, સિવિલ વૉર સિરિયા વિશે માત્ર એટલું જ જાણવા મળી રહ્યું છે જેટલું ત્યાંના પત્રકારો આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓને જણાવી રહ્યા છે.

તુર્કીના અજમારિનમાં રહેતા ફરહાદે અમેરિકી ન્યૂઝ ચેનલ CNN  સાથે વાતચીત કરી છે. તેમની કહાની ખૂબ જ હદયસ્પર્શી છે. ફરહાદે કહ્યું- અહીં વાતાવરણ ખૂબ જ ખરાબ છે. રોજ બરફવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. તે સમયે રાતના લગભગ ચાર વાગ્યા હતા. મને કાંચ તૂટવાનો અવાજ સંભળાયો. પહેલીવારમાં એવું લાગ્યું કે કોઈએ બહારથી પથ્થર માર્યો છે. હું ઊભો થયો પરંતુ મારા પગ જમીન ઉપર ટકી રહ્યા નહોતા. ફરહાદે કહ્યું- હું તરત સમજી ગયો કે ભૂકંપ આવ્યો છે. મેં મારા પરિવારના અન્ય ૫ લોકોને જગાડ્યા. બધા જ બહારની તરફ ભાગ્યા. મારાં માતા-પિતા વૃદ્ધ હતાં. તેઓ યોગ્ય સમયે બહાર આવી શક્યાં નહીં. ગેરેજનો એક મોટો ભાગ તેમના ઉપર પડ્યો. અનેક કલાકો પછી તેમનાં શબ મળ્યાં.

જ્યારે માતા-પિતાને બહાર કાઢવામાં આવી રહ્યાં હતાં, ત્યારે પત્ની અને દીકરો રસ્તા ઉપર ઊભાં હતાં. આ સમયે બીજો ઝટકો આવ્યો અને બાજુમાં આવેલી બિલ્ડિંગ થોડી સેકન્ડોમાં જ પડી ગઈ. મારી આંખ સામે જ મારું બધું જ ખતમ થઈ ગયું. સમજાતું નથી કે હવે હું ક્યાં જઇશ, કોના માટે જીવીશ.

સિરિયાના સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલ એક ઓફિસરે તુર્કીની વેબસાઇટ TRT WORLDને વોટ્સએપ ઉપર ઇન્ટરવ્યૂ આપ્યો. કહ્યું- આ તો ડિઝાસ્ટરથી પણ વધુ ભયાનક છે. હું સમજી શક્તો નથી કે હું શું કહું- તમે જ કોઈ નામ વિચારી લો. લોકોના મૃતદેહો બહાર કાઢતાં-કાઢતાં અમે થાકી ગયા છીએ. દર મિનિટે કોઈ ને કોઈ કાટમાળમાંથી એક લાશ બહાર આવે છે. હકીક્ત એવી છે કે અમારામાં એવી તાકાત નથી કે આ પ્રકારના ડિઝાસ્ટર અમે હેન્ડલ કરી શકીએ.

આ ઓફિસર આગળ કહે છે- હવે માત્ર દુનિયા જ આપણને આ મૃત્યુના દલદલમાંથી બહાર કાઢી શકે છે. અમે તેમની સમક્ષ દયા અને મદદ માટે વિનંતી કરીએ છીએ. અમે પણ માણસો છીએ, અમે પહેલાંથી જ મુશ્કેલીમાં હતા. હવે એવું લાગે છે કે જાણે બધું ખતમ થઈ ગયું છે. મને ખબર નથી કે આ દેશમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ઘણા વિસ્તારો સુધી અમારી પહોંચ પણ નથી. હું માત્ર એટલું જ કહી શકું છું કે મૃત્યુઆંક જે વિચાર્યો હતો તેના કરતાં અનેક ગણો વધુ હશે. જેઓ બચી ગયા છે, શું તેઓ આ સિવિલ વૉરવાળા દેશમાં ટકી શકશે, શું તેઓ સારવાર મેળવી શકશે? મને નથી લાગતું.ગાઝિયાન્ટેપમાં રહેનાર ઇરદિમ અને તેમનો પરિવાર આ વિસ્તારમાં રહેતા હતા. તેઓ નસીબદાર રહ્યા કે તેમનો પરિવાર કોઈ પ્રકારે બચી ગયો. તેમના ઘરમાંથી બહાર આવ્યા પછી બે માળનું મકાન ધરાશાહી થઈ ગયું. થોડાં જાનવર ત્યાં રહેતાં હતાં, તેમની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

ઇરદિમ પરિવારના બચી જવાથી ખુશ છે અને તેના માટે ભગવાનનો ધન્યવાદ કરે છે. પછી થોડા સમય પછી આકાશ તરફ એકીટશે જુએ છે. બીબીસી રિપોર્ટર જ્યારે તેમને ટોકે છે ત્યારે ઇરદિમ રડીને કહે છે કે- આ વિસ્તારમાં ૪૦ વર્ષથી રહું છું. રાતે જ મેં મારા ખાસ મિત્ર શિયાદને ડિનર માટે ઘરે બોલાવ્યો હતો. તે અમારા ઘરેથી બે મકાન આગળ જ રહે છે. ઇરદિમે આગળ કહ્યું કે- હું પરિવાર સાથે રસ્તા ઉપર ઊભો હતો. સામે એક મકાન પડી રહ્યું હતું. શિયાદ મારાં બાળકોને સમજાવી રહ્યો હતો કે બધું જ ઠીક થઈ જશે. તે સમયે જ સામે એક મકાન પડી ગયું. શિયાદ બાળકોને છોડીને તે મકાનના કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવા દોડ્યો. તે ત્યાં પહોંચ્યો ત્યારે જ મકાનનો બાકી રહેલો ભાગ તેના ઉપર આવી ગયો. તે અમને હંમેશાં માટે છોડીને જતો રહ્યો.સૌથી વધુ તબાહી એપિસેન્ટર તુર્કીએ અને તેની નજીકમાં આવેલા સીરિયાના વિસ્તારમાં જોવા મળી રહી છે. ન્યુઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે, તુર્કીએમાં અત્યાર સુધી ૧૬૫૧ લોકો મૃત્યુ પામ્યા છે. ૧૧ હજાર લોકોના ઘાયલ હોવાની ખબર છે. સીરિયામાં ૯૬૮ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૨ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભયાનક કુદરતી આફતમાં સર્જાયેલા વિનાશ અને જાનહાનિના પગલે તુકયેમાં ૭ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

સીરિયામાં ૯૬૮ લોકો મૃત્યુ પામ્યા અને ૨૦૦૦થી વધુ લોકો ઘાયલ છે. બંને દેશોમાં મરનારની સંખ્યા ૨૬૦૦થી વધુ થઇ ગઇ છે. લેબનાન અને ઇઝરાઇલમાં પણ ઝટકા અનુભવાયા હતા, પરંતુ અહીં નુક્સાનની કોઇ ખબર નથી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે, ૭.૮ તીવ્રતાના ભૂકંપ પછી ૧૮ આફટર શૉક રેકોર્ડ કરવામાં આવ્યાં, જેની તીવ્રતા ૪થી વધારે હતી.