ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી રાજસ્થાન અને અરૂણાચલની ધરા,

નવીદિલ્હી,ભારતમાં આજે ફરીથી ધરતીકંપથી ધરા ધ્રુજી હતી. મળતા અહેવાલ પ્રમાણે દેશના બે રાજ્યોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનના બિકાનેરમાં ૪.૨ની તીવ્રતાથી ભૂંકપ આવ્યો હતો, તો બીજી તરફ અરૂચાલ પ્રદેશના ચાંગલામાં ભૂંકપની તીવ્રતા ૩.૫ની રીક્ટર સ્કેલ માપવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર તીવ્રતા ઓછી હોવાને કારણે હાલ કોઈ જાનહાની કે માલહાનીના અહેવાલ મળ્યા નથી.

અરુણાચલ પ્રદેશના ચાંગલાંગમાં બે દિવસ પહેલા ગુરુવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિ.મી. ઊંડે હતું. બપોરના બે વાગ્યે આ ભૂકંપ આવ્યું હતું. જ્યારે ભૂકંપની તીવ્રતા ૪.૨ મપાઈ હતી. ત્યારે પણ કોઇ મોટી જાનહાનિ કે માલહાનિના અહેવાલ આવ્યા નહોતા.