ભુજ પાલારા ખાસ જેલમાં વચગાળાના જામીન પર છુટી ફરાર થયેલ આરોપી કેદીને પંચમહાલ પેરોલ સ્કવોર્ડ ડભાસા પાદરાથી ઝડપ્યો

ગોધરા, ભુજ પલાશા ખાસ જેલમાં બળાત્કારના ગુનામાં વચગાળાની જામીન છુટેલ આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફરાર થયેલ હોય પંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડને આરોપી અંગે મળેલ બાતમીના આધારે વડોદરા-પાદરાના ડભાસા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો.

ભુજ પાલારા ખાસ જેલમાં બળાત્કારના ગુનાનો કેદી નં.238/23 દિનેશભાઇ નરવત ગોપરા (રહે. માતર ફળીયું, વંંદેલી, તા.મોરવા(હ)) છેલ્લા પાંચ મહિનાથી વચગાળાના જામીન ઉપર છુટીને ફરાર થયેલ હોય ફરાર કેદી અંગે પંચમહાલ પેરોલ સ્કવોર્ડને બાતમી મળી હતી કે, ફરાર આરોપી હાલ ડભાસાના પાદરા ખાતે હોય તેવી બાતમીના આધારે પેરોલ સ્કોવોર્ડ આરોપીને ડાભાસા પાસેથી ઝડપી પાડીને આરોપીને પોલીસ જાપ્તા હેઠળ ભુજ પાલારા ખાસ જેલમાં મુકવા કાર્યવાહી કરવામાં આવી.