ભુજ, ઉનાળાના પ્રારંભ જ કચ્છમાં પાણીની પારાયણ શરૂ થઇ ગઇ છે. છેવાડાના ગામો સુધી નર્મદાના નીર પહોંચાડવાની વાતો વચ્ચે ભૂજ શહેરમાં સતત સાતમા દિવસે પાણી વગર વલખાં મારી રહ્યું છે. પાણી વિતરણ ઠપ્પ થઈ જતા શહેરીજનોની મુશ્કેલીમાં મુકાયા છે.
ભૂજને ભુજોડી પાસેથી જે લાઈન મારફતે પાણી પહોંચાડાય છે. તે પાઈપલાઈન ૯૦૦ ડાયામીટરની છે. ભંગાણ બાદ યુદ્ધના ધોરણે બે દિવસમાં લાઈન રીપેર તો કરાઈ પરંતુ લાઈન જ્યાંથી પસાર કરાઈ છે. તે ભુજોડી ઓવરબ્રિજ પર ફરી ભંગાણ સર્જાયું હતું. ભૂજ પાલિકાના ઉપપ્રમુખનું કહેવું છે કે પાણીના લીકેજથી એક બાજુનો બ્રિજ બેસી જવાનું જોખમ સર્જાતા આ લાઈન તત્કાળ બંધ કરવી પડી હતી. સાથે જ તેમનું કહેવું છે કે જૂની ૯૦૦ ડાયામીટરવાળી લાઈન હવે કાર્યરત થતાં બેથી ત્રણ મહિના વીતી જશે. ૫૦૦ ડાયામીટરવાળી લાઈનમાં લીકેજ પર સાંધા દઈને ગમે તે રીતે ભુજીયા સમ્પ સુધી પાણી પહોંચાડવા કવાયત કરાઈ છે. પરંતુ પાણીની સમસ્યા સર્જાતા કોંગ્રેસે હોદ્દેદારો પર પ્રહાર કર્યા હચાય ભૂજ નગરપાલિકા સુપરસીડ કરવાની કચ્છ જિલ્લા કોંગ્રેસે માંગણી કરી હતી.
હવામાન વિભાગે રાજ્યમાં ફરી હવામાન પલટાના સંકેત આપ્યાં છે, ૧૧ એપ્રિલ બાદ તાપમાનમાં રાહત મળશે પરંતુ આ સાથે વાદળાછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક હળવા ઝાપટાનું પણ અનુમાન છે. રાજ્યના હવામાનમાં ફરી એક વાર પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જો કે બે દિવ પછી માવઠાનો અનુમાન વ્યક્ત કર્યો છે.
રાજ્યના હવામાન વિભાગે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે, ૧૧ એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો અનુમાન છે. ખાસ કરીને વલસાડ, સુરત, નવસારીમાં ભારે મયમથી હળવા વરસાદની આગાહી છે. સ્કાયમેટે પણ આગામી ૨ દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે.