ભુજમાં પાણીના કકડાટ અને પાડોશીઓના અભદ્ર ત્રાસથી મહિલાએ આપઘાત કરી લીધો

ભુજ, શહેરમાં પાણી મામલે એક મહિલાની મોત થઇ છે. શહેરમાં પાણીને કકડાટ અને પાડોશીઓના અભદ્ર ત્રાસથી મહિલાએ આપઘાત કરી લીધો છે. સોસાયટીમાં આવતા ટેક્ધરમાંથી પાણી ન ભરવા દઇ પાડોશીઓએ ત્રાસ આપ્યાની વાત મૃતક જમનાબેને સ્યુસાઇડ નોટમાં લખી છે. મહિલાએ અંતિમ ચિઠ્ઠીમાં ૧૨ લોકોના નામ પણ લખ્યા છે. જોકે, આપઘાત બાદ પાડોશીઓ ઘર બંધ કરીને ભાગી ગયા હોવાની માહિતી મળી રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના લોટસ કોલોનીમાં એકલા રહેતા વિધવા મહિલાના ઘરમાં ઘુસીને ઝપાઝપી કરીને આબરૂ લેવાનો પ્રયાસ કરાતા જીવન ટૂંકાવી લીધુ છે. બાર આરોપીઓના નામજોગ ફરિયાદના આધારે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે છેડતી અને દુષ્પ્રરણા સહિતની કલમ સાથેનો ગુનો નોંધાયો છે. આપઘાત બાદ મૃતકની આસપાસ રહેતા કેટલાક લોકો પોતાનું ઘર બંધ કરીને ભાગી ગયા હોવાનું સામે આવ્યુ છે.

જમનાબેનના ગાંધીધામ રહેતી દીકરી છાયાબેન રવિ બારિયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીએ આ ફરિયાદમાં માતાને આપઘાત કરવા મરવા માટે પ્રેરવા માટે સબબ ન્યુ લોટસ કોલોનીમાં રહેતા અરવિંદ રાજગોર, ભાવનાબેન અરવિંદ રાજગોર, મીત અરવિંદ રાજગોર, અજુલ અરવિંદ રાજગોર, પૂવી જીતુભાઈ જેઠી, વિશ્ર્વા જીતુભાઈ જેઠી, જીગર ચૌહાલ, ખુશાલ ઉર્ફે બબુજી ચૌહાણ, જ્યોતિબેન મહેશભાઈ ચૌહાણ, અંક્તિા જીગરભાઈ ચૌહાણ, પ્રિન્સ વિનોદ ભટ્ટી, રેખાપ્રિન્સ ભટ્ટી સહિત ૧૨ પાડોશીઓના નામ લખાવ્યા છે.

મૃતક પાસેથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં લખ્યુ છે કે, ‘કહેતે હે રે મરને વાલા કભી જૂઠ નહીં બોલતા મુજે માલુમ હે જીન કે નામ લીખુગી વો બહોત પૈસે વાલે હે વો છૂટ જાએગેં. મે જો લીખ રહી હું લોગો કે, નામ વો મેરે ઘર મે આકે મેરી છેડતી કરી ઇસમે ઓરત ભી સાથ દે રહી હે રાત કો મેરે ઘરમે ઘુસે મેરા મજાક બનાયા મેરે પર હંસ રહેથે કોઈ મેરી છાતી કઈ મુજે કીસ કર રહેથે કઈ મેરા હાથ પકડ રહેથે મે ભૂલ નહી પા રહી હું મેરી ઈજ્જત ખરાબ થઈ જાય ઈસલીયે કીસીકો નહી બતા પા રહી હું મેરે સાથ ક્યા ક્યા હુઆ મે ઈતના ક્યું શે રહી હું લોગો કો સજા મીલે નહીં તો, નહીં તો યે લોગ ઓરત કો જીને નહીં દેંગે. આ સાથે તેમણે ન્યાય માટેની પણ અપીલ કરી છે.