ભુજમાં લગ્ન પ્રસંગની તૈયારી કરી રહેલા પરિવાર પર એસીડ એટેક, પાંચ દાઝયા, ૪ લોકો ઘવાયા

ભુજ, ભુજના સરપટ ગેટ બહાર શીવહરીનગર નજીક રાજફર્નીચરની બાજુમાં સોમવારે સવારે લગ્ન પ્રસંગવાળા ઘર પાસેથી ઓવર સ્પીડમાં મોટર સાયકલ ચલાવવા મુદે યુવાનો વચ્ચે મારા મારી થયા બાદ મામલો ગંભીર બન્યો હતો. ઘર પાસે આંગણામાં બેઠેલા પરિવાર પર એસીડવાળા પાણીથી તેમજ ધોકા, લોખંડના પાઇપથી હુમલો મહિલા સહિત ૫ લોકો દાઝી ગયા હતા. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જ્યારે સામે પક્ષના ત્રણ શખ્સે ઘાયલ થતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો વધુ ઉગ્ર સ્વરૂપ ન લે માટે પોલીસે કાફલો દોડી ગયો હતો.

આ અંગે સરપટ નાકા બહાર શીવહરીનગરમાં અને રાજ ફનચર નામે વ્યસાય કરતા અખતર અબ્દુલભાઇ ભટ્ટીએ બી ડિવિઝન પોલીસ મથકે આરોપી આદમ અજીજ ખત્રી, અજીજ ખત્રી, ઇબ્રાહિમ અજીજ ખત્રી, સતાર ખત્રી તેમજ અન્ય ચારથી પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હુમલાનો બનાવ સોમવારે સવારે દસ અગ્યાર વાગ્યા દરમિયાન બન્યો હતો. ફરિયાદીના ભાઇ અલીઅજગરના લગ્ન પ્રસંગ હોઇ ફરિયાદીના સગાસબંધીઓ ઘરે આવ્યા હતા. શીવહરીનગર સોસાયટીમાં રહેતા આમદ અજીજ ખત્રી ફરિયાદીના ઘર પાસેથી સ્પીડમાં પોતાના ઇલેકટ્રીક સ્કુટરથી આંટા મારતો હોવાથી ફરિયાદીના ભાઇઅ વાહન ધીમે ચલાવવાનું કહેતાં બન્ને વચ્ચે મારા મારી થઇ હતી.

દરમિયાન ફરિયાદી વચ્ચે પડી બન્ને છોડાવ્યા હતા. પાંચ જ મીનીટ બાદ આરોપીઓ ફરિયાદીના ઘર પાસે ધોકા, લોખંડની ટામી, અને પ્લાસ્ટિકના જગ અને ડોલમાં એસીડ જેવા પ્રવાહી લઇ આવી ફરિયાદીના ઘરના આંગણામાં બેઠેલા લોકો પર પ્રવાહી ફેંકી અને ધોકા, લોખંડ પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીના બનેવી મોઇન મામદ ગાલા આંખની બાજુમાં અને પીઠ પર, ફરિયાદીના પિતા અબ્દુલભાઇ માથાના ભાગે, બહેન નાઝમીન ડાબા ખભા તથા પગમાં, ફરિયાદીના માતા પીઠના ભાગે, ફરિયાદીના કાકી હશીનાબેનને પીઠ અને પેટના ભાગે એસીડ પડતાં દાઝી ગયા હતા. જ્યારે ધોકા, લોખંડના મારથી ફરિયાદીના ભાઇ અલીઅજગર, ફરિયાદીના બહેન નાઝમીન, ફરિયાદીના માતા રૂકીયાબેન, ફરિયાદીના ભાઇ અરમાન અને અમાનતને ઇજાઓ પહોંચી હતી. તો, સામે પક્ષના ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા. બન્ને પક્ષની ફરિયાદી પરથી બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને ઇન્સ્પેકટર આર.જે.ઠુમરે તપાસ હાથ ધરી છે. આ ગુનામાં પોલીસે આદમ અજીજ ખત્રી, અજીજ ખત્રી, ઇબ્રાહિમ અજીજ ખત્રી, સતાર ખત્રી, તેમજ ફરિયાદી અખતર અબ્દુલ ભટ્ટીની ધરપકડ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એસીડ એટેકથી મોઇન મામદ ગાલા, અબ્દુલ ભટી, નાઝમીન અબ્દુલ ભટી, ફરિયાદીના માતા રૂકીયાબેન, ફરિયાદીના કાકી હસીનાબેન એસીડથી દાઝી ગયા હતા. જ્યારે અરમાન અબ્દુલ ભટી, અલીઅજગર અબ્દુલ ભટી, અમાનત અબ્દુલ ભાટીને ઇજાઓ પહોંચી હતી. આ મારા મારીના બનાવમાં સામે પક્ષના આદમ અબ્દુલ અજીજ, અબ્દુલ સતાર, અબ્દુલ ખત્રી નામના ત્રણ લોકોને પણ ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.