
- ફતેપુરા નગર માં ગંદકીનું સામ્રાજ્ય જ્યાં જુએ ત્યાં કાદવ કિચડ ચોમાસા પહેલા આવિ સ્થિતિ તો ચોમાસામાં શું થશે ?તંત્ર ક્યાં ગયું ?
- વહીવટદાર ના સીરે બે થી ત્રણ પંચાયતની જવાબદારી સરપંચની ટમ પુરી થતાં કામ કાજ ટલે ચડ્યું.
ફતેપુરા, ફતેપુરા નગરમાં જ્યાં જુએ ત્યાં કાદવ જ કાદવ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહેવાના કારણે મોટા મોટા ખાબોચીયાઓ ગંદા પાણીથી ભરાઈ ગયા છે. ત્યારે આ ખાબોચિયા વહીવટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગને જોવાતા ન હશે કે શું ? કે પછી કોઈ જવાબદાર અધિકારી આ બાબતે એક્શન લેવા કેમ તૈયાર નથી ? ફતેપુરાના આમ નાગરિકને એવું તો શું થયું કે ગંદકી ભર્યા વાતાવરણમાં જીવવું પડે રહ્યું છે, કોઈ જવાબદાર અધિકારીને જોવાતું ન હશે કે પછી કોઈ રાજકારણ આ કામ કરવા દેતો ન હશે કે પછી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને ્શુરશુરીયુ કરવાના ફિરાગમાં છે.
ફતેપુરા તાલુકામા ભુગર્ભ ગટર થોડા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી. આ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ફતેપુરાની વલય નદી ખાતે ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર કરીને નદીમાં નાખવાનું હતું, પરંતુ ફતેપુરા નગરની ભુગર્ભ ગટર યોજના ફેલ જતા ચેમ્બરનું ગંદુ પાણી રસ્તાઓ ઉપર ફરી વળતાં જ્યાં જુએ ત્યાં કાદવ કિચડની ભરમાર જોવા મળી રહ્યો છે. આ કાદવ કિચડને દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ એટલે કે ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટી વહિવટદાર તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી સુધા હાલતું નથી. જેના કારણે ફતેપુરાના નગરવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ સરદાર પટેલના સ્ટેચ્યુ આગળનો ભાગ, રમેશ સુંદરની ગલીવાળો ભાગ, મેન બજાર વિસ્તાર તેમજ જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ગટરના ગંદા પાણીના કારણે જ્યાં જુએ ત્યાં કાદવ કીચડ જોવા મળી રહી છે.
ફતેપુરા નગરમાં સરકારની ભૂગર્ભ ગટર યોજના દ્વારા ફતેપુરા નગરમાં ગટર બનાવવામાં આવી હતી, પરંતુ ભૂગર્ભ ગટર યોજના ફેલ જતા યોજના પર પાણી ફરી વળ્યું હતું. જૂની ગટર યોજના તોડીને નવી યોજનામાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ આ ગંદા પાણી માટેના નિકાલ માટે બનાવવામાં આવેલા ચેમ્બરો કાદવ કિચડથી ભરાઈ જતા ગંદુ પાણી રસ્તા પર ફરી જાય છે. ગંદુ પાણી રસ્તા પર ફરી વળવાથી ગંદા પાણી માંથી વાંસ પણ આવે છે. તદ્દઉપરાંત મચ્છરજન્ય રોગોની ભરમાર પણ જોવા મળશે તો નવાઈ નહીં. ગંદા પાણી રસ્તા પર ફરી વળવાના કારણે લોકોને પડી જવાનો તેમજ ખરાબ થવાનો ભય પણ સતાવી રહ્યો છે.
ફતેપુરા ગ્રામ પંચાયતની વારંવાર રજૂઆત ને ધ્યાનમાં રાખીને જીલ્લા વિકાસ અધિકારીએ જેટિંગ પંપ તો મોકલી આપ્યો, પરંતુ ઓપરેટરના અભાવના કારણે આ જેટિંગ પંપ શોભાના ગાંઠિયા સમાન છે. ત્યારે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલીમ બધ વ્યક્તિઓ દ્વારા ભુગર્ભ ગટર યોજનાના ચેમ્બરો ગંદકીના કારણે ભરાઈ જવા પામ્યા છે. તેનો નિકાલ કરવામાં આવે અને ઘન કચરો કાઢીને સાફ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
ફતેપુરા ગ્રામ પંચાયતમાં સરપંચની મુદત પૂરી થતા વહીવટદાર નિવવામાં આવ્યા છે. તલાટી તેમજ વહિવટદારને બે થી ત્રણ પંચાયતનો વહીવટ કરવાની જવાબદારી તેમનાં શિરે હોય છે. તેથી વહીવટદાર લોકોના કામોને ધ્યાનમાં ન લીધા વગર મનસ્વી વહિવટી કરે છે. નગરના લોકોને પડતી મુશ્કેલીની વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય મળે છે.
ફતેપુરા નગરના મધ્યમાં મંદિર તેમજ મસ્જિદ આવેલી છે. મંદિર અને મસ્જિદમાં મોટાભાગના લોકો દર્શન અર્થે ઈબાદત અર્થે જતા હોય છે. ત્યારે આવા ગંદા પાણીવાળા પગ તેમજ ગંદકી ભર્યા વાતાવરણમાં મંદિર મસ્જિદ જવું પણ મુશ્કેલી બન્યું છે, તો નગરના મધ્યમાં કુમાર શાળાના બાળકો પણ આવા કાદવ કિચડવાળા પગ લઈ શાળામાં અભ્યાસ કરવા જાય છે. ત્યારે આવી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા ફતેપુરાના નગરવાસીઓની તકલીફ ક્યારે અને કોણ દુર કરશે તે જોવાનું રહ્યું.
ફતેપુરા નગરમાં નવીન ગટર બનાવવામાં આવે અને ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો ને તો જ આ સમસ્યા હલ થાય ગંદા પાણીના નિકાલ માટે નગરમાં ખુલી ગટરો બનાવવામાં આવે અને એ પણ કોઈ જવાબદાર અધિકારી દ્વારા કામ કરવામાં આવે તો જ આ સમસ્યાનો નિકાલ આવે તેમ છે. વોટબેંકની રાજનીતિના કારણે ગ્રામ પંચાયતના માજી સરપંચ ડેપોટી સરપંચ કે સભ્યો આ કામ કરે તો તેમનો વિરોધ ઊભો થાય તેમ છે. જેથી કરીને કોઈ જવાબદાર અધિકારીની નિરીક્ષણ હેઠળ અને જવાબદારી પૂર્વક કામ કરવામાં આવે તો સંપૂર્ણ સમસ્યાનો હાલ થશે, તેવું જાણવા મળી રહ્યું છે.