
ભોપાલ, હવે ભોપાલમાં વડાપ્રધાનના માત્ર બે જ કાર્યક્રમ હશે. પ્રથમ બે વંદે ભારત ટ્રેનને રાણી કમલાપતિ સ્ટેશનથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. બીજી તરફ મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં બુથ લેવલના અગ્રણી કાર્યકરોનું સંમેલન યોજાશે. આ પછી પીએમ મોદી શહડોલ જશે જ્યાં એક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય પીએમ પગડિયા ગામની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૮.૩૫ કલાકે દિલ્હીથી ભોપાલ જવા રવાના થશે. સવારે ૯.૫૦ વાગ્યે ભોપાલ એરપોર્ટ પહોંચશે. સવારે ૧૦.૧૫ કલાકે ભોપાલ એરપોર્ટથી બરક્તુલ્લા યુનિવર્સિટી માટે રવાના થશે. સવારે ૧૦.૩૦ વાગ્યે બરક્તુલ્લા યુનિવર્સિટી થી ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશન માટે રવાના થશે. સવારે ૧૧.૦૦ વાગ્યા સુધીમાં રાણી કમલાપતિ સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.પીએમ મોદી સવારે ૧૧.૦૫ વાગ્યે રોડ માર્ગે લાલ પરેડ ગ્રાઉન્ડ જવા રવાના થશે. ૧૧.૧૫થી ૧૨.૧૫ સુધી બૂથના મજબૂત ભાજપના કાર્યકરો સંમેલનમાં ભાગ લેશે. ૧૨.૩૦ વાગ્યે ભોપાલના રેડ પરેડ ગ્રાઉન્ડથી હવાઈ માર્ગે ભોપાલ એરપોર્ટ માટે રવાના થશે. પીએમ મોદી બપોરે ૧૨.૫૫ વાગ્યે ભોપાલથી જબલપુર એરપોર્ટ જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા એપ્રિલ મહિનામાં મધ્યપ્રદેશની મુલાકાત લીધી હતી. એપ્રિલના પહેલા સપ્તાહમાં થયેલા આ પ્રવાસમાં પીએમ રાજધાની ભોપાલ પહોંચ્યા હતા. પ્રવાસ દરમિયાન,વડાપ્રધાન મોદીનો રોડ શો કુશાભાઉ ઠાકરે કન્વેન્શન સેન્ટરથી રોડ માર્ગે આરકેએમપી સ્ટેશન સુધીનો પ્રસ્તાવ હતો. જો કે, કાર્યક્રમમાં અચાનક ફેરફાર થતાં રોડ શો રદ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, પીએમ મોદીના પ્રવાસ દરમિયાન રોડ શોને લઈને ફરી એકવાર શંકાની સ્થિતિ છે.