ભોપાલની ગલીઓમાં અમિતાભ બચ્ચનની પૌત્રીએ ચાટ અને હેરક્ટની મજા માણી

ભોપાલ,

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ભલે ફિલ્મોમાં ન હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. હવે તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર લોકોને તેની ભોપાલ ટ્રીપની ઝલક દેખાડી છે. નવ્યાએ ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આમાં તે શહેરની ગલીઓમાં મસ્તી કરતી જોવા મળે છે. તેણે કેટલાક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ્સની ઝલક પણ બતાવી.

નવ્યા નવેલી નંદા અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. બચ્ચન પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં પણ તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે મહિલાઓને લગતા પ્રોજેક્ટ પર કામ કરે છે. તે ઘણીવાર તેમના સશક્તિકરણ પર પણ બોલે છે. નવ્યાએ તેની ભોપાલ ટ્રીપની તસવીરો પોસ્ટ કરી છે. નવ્યાની પ્રથમ તસવીરમાં તેના સફેદ વાળ દ્વારા લોકોનું યાન ખેંચ્યું હતુ. આ પહેલા પણ તે પોતાના સફેદ વાળ ન છુપાવવાને કારણે ચર્ચામાં આવી ચુકી છે. આ પછી શોપિંગ માર્કેટનો ફોટો છે. ત્યારે નવ્યા સ્ટ્રીટ ફૂડ ખાતા જોવા મળે છે. ચોથા ફોટામાં નવ્યા હેરકટ કરાવી રહી છે. ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં પૂછ્યું છે કે કોણ કાપી રહ્યું છે તમારા વાળ? તેણે ફૂડની કેટલીક વધુ તસવીરો પોસ્ટ કરી છે. પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રામ લાડુનો ફોટો પણ છે.

નવ્યાની તસવીરો તેના ફોલોઅર્સ દ્વારા ખૂબ જ પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે તમે ચાટનો ફોટો બતાવીને અમને લલચાવી રહ્યા છો. કેટલાક લોકોએ તેમને ભોપાલની પ્રખ્યાત ચાટ અને નાસ્તાની દુકાનોના નામ સૂચવ્યા છે. ઘણા લોકોએ નવ્યાના વખાણ કર્યા છે કે તે પોતાના સફેદ વાળને છુપાવતી નથી.