ભોપાલ મંડલના નિશાતપુરા યાર્ડમાં ત્રીજી લાઈન બ્લોકને લઈ 36 ટ્રેનો રદ કરી

દાહોદ, રતલામમાં સ્ટેશન યાર્ડ બાદ હવે રેલવે ભોપાલ મંડલના નિશાતપુરા યાર્ડમાં ત્રીજી લાઇન માટે બ્લોક લેવા જઈ રહ્યુ છે. તેમાં પણ દાહોદ-ભોપાલ-દાહોદ અને જયપુર-ભોપાલ-જયપુર સહિત 38 ટ્રેનોને રેલવેએ રદ કરી દીધી છે. 14 એક્સ. ટ્રેનોને રૂટ ડાયવર્ટ કરીને દોડાવવાનો નિર્ણય લીધો છે. રદ કરાયેલી ટ્રેનોમાં દાહોદ-ભોપાલ-દાહોદ એક્સપ્રેસ 9 થી 17 જાન્યુઆરી જ્યારે જયપુર ભોપાલ-જયપુર એક્સપ્રેસ 8થી 16, જબલપુર-બાંદ્રા-જબલપુ 2 12,13, હૈદરાબાદ-જયપુર-હૈદ્રાબાદ 12,14, વારાણસી-ગાંધીનગર વારાણસી 14,15, ફિરોજપુર-મંડપમ-ફિરોજપુર 13,16, તિરૂપતિ-હિસાર-તિરૂપતિ 13,16, બિકાનેર-શિર્ડી-બિકાનેર 13-14, કોચુવેલી-ઇન્દૌર-કોચુવેલી 13-15, મન્નારગુડી-ભગત કી કોઠી-મન્નારગુડી 8-11, રીવા-ડો.અંબેડકર નગર-રીવા 9,10,11,12,14,15, ઈન્દૌર-સિવની એક્સપ્રેસ 9થી 17, ઈન્દૌર-ભોપાલ એક્સપ્રેસ 11થી 16, ભોપાલ-ઉજ્જૈન-ભોપાલ 12થી 17. ડો.અંબેડકર નગર-યશવંતપુરમ 14 અને 16 જ્યારે મુંબઈ સેન્ટ્રલ- કટિહાર 13 અને 16 જાન્યુ. રદ કરવામાં આવી છે. જયારે સવાઇ માધોપુર-સોગરિયા-બીના રૂટો આ ટ્રેનો દોડશે જેમાં,13,15 અન્ય તા.2 થી 19713/14જયપુર-કર્નુલ-જયપુર-8,10,12 જાન્યુ.એ 12720/19 હૈદરાબાદ- જયપુર-હૈદ્રાબાદ -13,16 અન્ય 17019/20 હૈદરાબાદ-હિસારનો સમાવેશ થાય છે.