ભોપાલમાં નામાંકન વખતે ઉમેદવાર ૨૪ હજાર રોકડા લઈ આવ્યો

ભોપાલ, ભોપાલમાં, માનવ સમાધાન પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર ભોપાલ લોક્સભા સીટ માટે નોમિનેશન ફાઇલ કરવા માટે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે રૂ. ૨૪,૦૦૦ ની કિંમતની બોરી લાવ્યા હતા. આ રોકડની ગણતરી કરતી વખતે કર્મચારીઓને પરસેવો વળી ગયો હતો. નોંધનીય છે કે નોમિનેશન દરમિયાન ઉમેદવારે ૨૫ હજાર રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ જમા કરાવવાની હોય છે.આવી સ્થિતિમાં આ વ્યક્તિ ૨૪,૦૦૦ રૂપિયા રોકડા અને ૧૦૦૦ રૂપિયાની નોટ સાથે નોમિનેશન ફાઇલ કરવા આવ્યો હતો. સંજય કુમાર જ્યારે રિટનગ ઓફિસરની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમની બોરીમાં એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કા હતા. આ પછી કર્મચારીઓએ ચિલરની ગણતરી શરૂ કરી, જેમાં તેમને અડધા કલાકથી વધુ સમય લાગ્યો.

આ પહેલા શુક્રવારે પણ એસયુસીઆઈના ઉમેદવાર ચંદન ભટનાગર પણ ૬,૦૦૦ રૂપિયા સિક્યોરિટી ડિપોઝીટ લઈને પહોંચ્યા હતા. હાલમાં, ભોપાલ લોક્સભા બેઠક માટે ઉમેદવારી પત્રો એકત્રિત કરવાની અને સબમિટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઉમેદવારો પાસે ૧૯ એપ્રિલે બપોરે ૩ વાગ્યા સુધી નોમિનેશન ફાઇલ કરવાનો સમય છે.